મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા નજીકનો બનાવ: ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય યુવાને ટ્રેન આડે પડતું મૂકીને આપઘાત કર્યો


SHARE











વાંકાનેરના ઢુવા નજીકનો બનાવ: ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય યુવાને ટ્રેન આડે પડતું મૂકીને આપઘાત કર્યો

વાંકાનેરના ઢુવા ગામની સીમમાં આવેલ કારખાનામાં રહેતા અકને મજૂરી કામ કરતા મૂળ ઉત્તર ઉતરપ્રદેશના રહેવાસી યુવાનના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી અને તે અહીંથી વતનમાં રૂપિયા મોકલી શકતો ન હતો જેથી માનસિક ટેન્શનમાં રહેતા આ  યુવાનને મનોમન લાગી આવતા તેણે કારખાનાની પાછળના ભાગમાંથી પસાર થતાં રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો

મૂળ ઉત્તરપ્રદેશમાં રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ અમરનાથ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા રામલોચન સુબેદારભાઈ રાજપુત (32) નામના યુવાને કારખાનાની પાછળના ભાગમાં રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નિપજ્યું હતું અને આ બનાવની વાંકાનેર રેલવેના કર્મચારી કરણસિંહ જયવંતસિંહ જાડેજા (26)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્મતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક રામલોચન રાજપૂતના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી અને વતનમાં તે રૂપિયા મોકલી શકતો ન હતો જેથી માનસિક સ્ટેશનમાં રહેતો હતો અને તેને મનોમન લાગી આવતા આ યુવાને રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી દીધા છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News