મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચીખલી વરડુસર ગામે વાડીમાંથી 20 લીટર ડીઝલ સહિતના મુદ્દામાલની ચોરી


SHARE







માળીયા (મી)ના ચીખલી વરડુસર ગામે વાડીમાંથી 20 લીટર ડીઝલ સહિતના મુદ્દામાલની ચોરી

માળીયા મીયાણા તાલુકાના ચીખલી વરડુસર ગામને આવેલ વાડીની ઓરડીમાં તસ્કરોએ ધામ નાખ્યા હતા અને ત્યાંથી તસ્કરોએ 20 લીટર ડીઝલ, 9 મણ ઘઉં, બે હોર્સ પાઇપના બંડલ સહિતના મુદ્દા માલની ચોરી કરેલ છે જેથી ખેડૂત દ્વારા આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકાના ચીખલી વરડુસર ગામે રહેતા જગદીશભાઈ ભલાભાઇ દેગામાએ હાલમાં માળિયા તાલુકા પોલીસને ચોરીના બનાવ સંદર્ભે જાણ કરીને લેખિતમાં ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓની વાડીની ઓરડીએ રાખવામાં આવેલ બે હોર્સ પાઇપના બંડલ, 20 લીટર ડીઝલ, 9 મણ જેટલા ઘઉં, પાણીનો એક દેડકો અને દવા છાંટવાનો એક પંપ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી વાડીએથી ડીઝલ સહિતના મુદ્દામાલની ચોરી કરનારા શખ્સને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેના માટે લેખિત ફરિયાદ આપેલ છે






Latest News