મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

અલવિદા ૨૦૨૧: મોરબી જિલ્લામાં ૩૯ હત્યા, ૧૦૩ ચોરી, ગુનેગારો બેફામ, પોલીસના અસ્તિત્વ સામે સવાલ !


SHARE







અલવિદા ૨૦૨૧: મોરબી જિલ્લામાં ૩૯ હત્યા, ૧૦૩ ચોરી, ગુનેગારો બેફામ, પોલીસના અસ્તિત્વ સામે સવાલ !

વર્ષ ૨૦૨૧ માં કાયદો અને વ્યવસ્થાનું મોરબી જિલ્લામાં અસ્તિત્વ જ ન હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો અને ચાલુ વર્ષમાં ૩૯ લોકોની હત્યા મોરબી જીલ્લામાં કરવામાં આવી છે અને તસ્કરો દ્વારા ૧૦૩ ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવેલ છે જો કે, પોલીસ ચોપડે નહીં નોંધાયેલા ચોરી, હુમલા, મારા મારી સહિતના બનાવોને જો ધ્યાનમાં લેવામાં આવે તો મોરબી જીલ્લામાં ગુનેગારો બેફામ હોય અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય તેમ છે

મોરબી જિલ્લો બન્યા પછી સિરામિક સિટી જાણે કે ક્રાઇમ સિટી બની ગયું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અગાઉ મોરબી સિટી અને તાલુકા પોલીસ સ્ટેશન હતા અને અધિકારી તેમજ કર્મચારી ઓછા હતા તો પણ મોરબીમાં જીવલેણ હુમલો, રાયોટિંગ, ચોરી, હત્યા, લૂંટ સહિતના બનાવો ઓછા બનતા હતા જો કે, છેલ્લા વર્ષોમાં મોરબી ક્રાઇમ સિટી બની ગયું હોય તેમ ગંભીર ગુનાની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે મોરબી જિલ્લા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં ગત વર્ષ દરમ્યાન કુલ મળીને ૧૮ લોકોની હત્યા કરવામાં આવી હતી જો કે, તેની સરખામણીએ ચાલુ વર્ષ ૨૦૨૧ માં ૩૯ લોકોની મોરબી જીલ્લામાં હત્યા કરવામાં આવી છે

મોરબી જીલ્લામાં ગુનેગારોને ડામવા માટે એલસીબી, એસઓજી સહિતની ટીમો કામ કરી રહી છે તો પણ જીલ્લામાં પોલીસના અસ્તિત્વ સામે સવાલો ઊભા થાય તેવી સ્થિતિ ઊભી થયેલ છે કેમ કે, હત્યાના બનાવોમાં જે રીતે ચિંતાજનક વધારો થયો છે તેવી જ રીતે પોલીસ ચોપડે મોરબી જીલ્લામાં ચોરીની ૭૪ ઘટના નોંધાઈ હતી તેની સામે ૨૦૨૧ માં ૧૦૪ જેટલા ચોરીના બનાવો મોરબી જીલ્લામાં નોંધાયા છે અને હુમલાના બનાવો ગત વર્ષમાં ૧૧ હતા જયારે તે ચાલુ વર્ષે ૧૮ છે

મોરબી જીલ્લામાં ગુનેગારો બેફામ બનેલા છે ત્યારે પોલીસ મૂકપ્રેક્ષક બની છે કે શું તેવો પ્રબુધ્ધ નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે છેલ્લા વર્ષોમાં મોરબીમાં જુદીજુદી ગેંગો અસ્તિત્વમાં આવી હોવાથી ગેંગવોર, અંધધૂંધ ફાયરિંગ, સરાજાહેર લૂંટ સહિતની ઘટનાઓ છેલ્લા એક વર્ષમાં સામે આવેલ છે જેથી કરીને લોકોની અસલામતી સામે પણ હવે તો સવાલો ઉઠી રહયા છે મોરબી જિલ્લામાં જે રીતે હત્યા, ચોરી અને હુમલાના બનાવાનોમાં વધારો થયો છે

તેવી જ રીતે અપહરણ સહિતના અન્ય ગુનામાં પણ વધારો થયેલ છે અને છેલ્લા એક વર્ષમાં અપહરણની ૫૬ ફરિયાદો મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં કરવામાં આવી છે અને પોલીસે એક વર્ષમાં ૧૦૨ કરતાં વધુ આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કર્યા છે તો પણ મોરબી જીલ્લામાં ગુનેગારી ઘટવાના બદલે વધી રહી છે જેથી લોકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા ગુનેગારોની સામે આગામી વર્ષમાં કડક હાથે કામ કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે

 






Latest News