વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદમાં લવમેરેજ કરનારા યુવાનને યુવતીના ભાઈ સહિત બે શખ્સોએ ધોકાવડે માર માર્યો


SHARE







હળવદમાં લવમેરેજ કરનારા યુવાનને યુવતીના ભાઈ સહિત બે શખ્સોએ ધોકાવડે માર માર્યો

હળવદની ખારીવાડીમાં સતવારા સમાજની વાડી આવેલ છે ત્યાં યુવાન ઊભો હતો અને આ સતવારા યુવાને લવમેરેજ કરેલ છે ત્યારે યુવતીના ભાઈ સહિત બે શ્ખ્સોએ ત્યાં આવીને “તને હળવદમાં આવવાની ના પડી છે ને” તેવું કહીને બોલાચાલી કરી હતી ને ધોકાવડે માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદની ખારીવાડી નજીક હનુમાનાજીના મંદીર પાસે રામનગરમાં રહેતા આસારામભાઇ સોંડાભાઇ ચાવડા જાતે દલવાડી (ઉ.૩૦)એ પ્રભાતભાઇ ઉર્ફે ટેગો લક્ષ્મણભાઇ સુરેલા જાતે કોળી રહે. પંચમુખી ઢોરે હળવદ અને ભરતભાઇ ઘનશ્યામભાઇ સુરેલા જાતે કોળી રહે. પીરની દરગાહ પાસે ખારીવાડી હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેણે આરોપી પ્રભાતભાઇ ઉર્ફે ટેગો લક્ષ્મણભાઇ સુરેલાની બહેન સાથે લવમેરેજ કરેલ છે અને ફરિયાદી પોતના ભાઇના ઘરે રાંદલનો પ્રસંગ હોય જતાં હતા અને સતવારા સમાજની વાડીમા ગેટ પાસે ઉભેલ હતા ત્યારે લવમેરેજ બાબતનો ખાર રાખીને પ્રભાતભાઇ ઉર્ફે ટેગો અને ભરતભાઇ ઘનશ્યામભાઇ સુરેલા પોતાના હાથમા લાકડાના ધોકાઓ લઇને ત્યાં આવ્યા હતા અને બન્ને આરોપીઓએ તેને હળવદમા આવવાની ના નથી પાડી તેવુ કહી જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બન્ને પગમા ધોકા વડે માર માર્યો હતો અને ત્યાર બાદ સ્થળ પરથી નાશી ગયા હતા હાલમાં યુવાનની ફરિયાદ લઈને ઓપલિસે આઇપીસી કલમ-૩૨૩, ૩૨૫, ૧૧૪, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News