વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના નવા ધનાળા પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: ગુનો નોંધાયો


SHARE







હળવદના નવા ધનાળા પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: ગુનો નોંધાયો

હળવદ માળીયા હાઈવે ઉપર નવા ધનાળા ગામના પાટિયા પાસે કાર ચાલકે અજાણ્યા ટ્રેલરની પાછળ તેની કારમાં ઘૂસડી દીધી હતી જેથી કરીને કારના ડ્રાઈવર સહિત તેમાં બેઠેલા અન્ય બે વ્યક્તિઓને પણ ઈજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન કાર ચાલકનું મૃત્યુ નિપજ્યું છે. જેથી કરીને કારમાં બેઠેલા અન્ય વ્યક્તિની ફરિયાદ લઈને પોલીસે આ બનાવમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ગાંધીધામના સેકટર-૫ માં રહેતાં મોહનસિંગ બિહારીલાલ અહિરપાલ જાતે પ્રજાપતિ (ઉમર ૪૩)એ મહેશભાઈ મહાવીર વિશ્વકર્મા રહે. બિહાર વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા ૧૭/૧૨ ના રોજ આરોપીની મહેન્દ્ર કંપનીની કાર નંબર જીજે ૧૨ વાય ૭૮૫૯ માં ફરિયાદી તેમજ તેની સાથે ચંદનભાઈ બેસીને જઈ રહ્યા હતા ત્યારે હળવદ માળીયા હાઈવે ઉપર નવા ધનાળા ગામના પાટિયા પાસે આરોપી મહેશભાઈએ પોતાના હવાલા વાળી કાર આગળ જઈ રહેલા અજાણ્યા ટ્રેલરની પાછળ ઘૂસડી દીધી હતી જેથી કરીને મોહનસિંગ તેમજ ચંદનભાઈને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ હતી તેમજ આરોપી મહેશભાઈને પેટના ભાગે માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે હાલમાં હળવદ તાલુકા પોલીસે અકસ્માતના આ બનાવની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News