મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ભાવપર પાસે ટ્રેન હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત


SHARE







માળીયા (મી)ના ભાવપર પાસે ટ્રેન હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના ભાવપર ગામના રેલવે ફાટક નજીક પાટા ઉપરથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનની હડફેટે આવી જવાના કારણે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

માળીયા મીયાણા તાલુકાના ભાવપર ગામે રહેતા રમેશભાઈ બચુભાઈ ચાવડા (47) નામનો યુવાન ગામ નજીક આવેલ રેલવે ફાટક પાસેથી રેલવે ટ્રેક ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રેનની ઝડપે આવી જવાના કારણે તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવની દેવીકાબેન સંજયભાઈ મકવાણા (49) રહે. શ્રી અંબે વિલા એપાર્ટમેન્ટ સાધુ વાસવાણી કુંજ રોડ રેલનગર રાજકોટ વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન છેલ્લા પાંચેક વર્ષથી માનસિક અસ્થિર હોય પોતે પોતાના ગામ પાસે આવેલ રેલવે ફાટક પાસે પાટા ઉપરથી ટ્રેન પસાર થતી ટ્રેનની હડફેટે ચડી જતાં તેનું મોત નિપજ્યું છે હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.






Latest News