મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં


SHARE







વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ લેજોરા સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન એક યુવાનને શોટ લાગી ગયો હતો જેથી તેને બચાવવા માટે બીજો યુવાનો ગયો હતો અને તે બંને બેભાન થઈ ગયા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે બે પૈકીના એક યુવાનને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે 

મૂળ ઓરિસ્સાનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ લેજોરા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો બિરેન્દ્રભાઇ જુધિષ્ઠિરભાઇ છતરીયા (41) નામનો યુવાન કારખાનાની અંદર ગ્લેઝ ઓપરેટર તરીકે કામ કરતો હોય તેને અકસ્માતે શોર્ટ લાગ્યો હતો દરમિયાન ત્યાં કામ કરતો સાહે પ્રિન્સ મિશ્રા નામનો શ્રમિક તેને બચાવવા માટે થઈને ગયો હતો જેથી તે બંને વ્યક્તિઓ બેભાન થઈ ગયા હોય તેને તાત્કાલિક રફાળેશ્વર ગામ પાસે આવેલ એપેક્ષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે બિરેન્દ્રભાઇ છતરીયાને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને પ્રિન્સ મિશ્રા હાલમાં સારવાર હેઠળ હોય અકસ્માત મૃત્યુના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News