મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
Breaking news
Morbi Today

હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ


SHARE







હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ

કચ્છથી અમદાવાદ તરફ અબોલજીવને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા દરમ્યાન માળીયાથી હળવદ સુધી આઇસરનો પીછો કરીને ગૌરક્ષકોએ વાહનને રોક્યું હતું અને તે વાહન ચેક કરતાં તેમાંથી 35 પાડા પાડા મળી આવ્યા હતા જેથી 58 હજારની કિંમતના પાડા અને 2 લાખનું વાહન કબ્જે કરીને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમદાવાદના બે શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

કચ્છ તરફથી માળીયા થઈને અમદાવાદ બાજુ અબોલજીવને કતલખાને લઈ જવામાં આવે છે તેવી હક્કિત મોરબીના ગૌરક્ષકોને મળી હતી જેથી કરીને તા. 9/5 ને શનિવારે વહેલી સવારે ગૌરક્ષકો દ્વારા હાઇવે ઉપર વોચ રાખવામા આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબનું આઇસર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું જેથી કરીને મોરબી અને હળવદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી, કચ્છ ગૌરક્ષક, ધાંગધ્રા ગૌરક્ષક વિગેરેની ટીમે તે વાહન નંબર જીજે 27 ટીડી 8780 નો માળીયાથી પીછો કર્યો હતો જેથી આઇસરના ચાલકે તેનું વાહન ભાગાવ્યું હતું જો કે, આ અંગેની હળવદ પોલીસ અને ગૌરક્ષકોને જાણ કરી હતી જેથી હળવદની સરા ચોકડી પાસે આઇસર ગાડીને રોકી હતી અને ચેક કરી હતી ત્યારે તેમ ક્રૂરતા પૂર્વક ખીચોખીચ 35 નંગ પાડા ભરેલા હોવાનું સામે આવું હતું જેથી બે શખ્સને પકડીને વાહન અને અબોલજીવ સાથે હળવદ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં હળવદ ખાતે રહેતા મનોજભાઈ ઉર્ફે મુન્નો ગાંડુભાઈ ઝીંઝવાડીયા (35)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકબરભાઈ અમરભાઈ સૈયદ (43) તથા મુસ્તુફાભાઈ જાવેદહુસેનભાઇ શેખ (28) રહે. બંને અમદાવાદ વાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો નોંધીને કુલ 58000 રૂપિયાની કિંમતના અબોલજીવ અને બે લાખની કિંમતનું વાહન આમ કુલ મળીને 2.58 લાખનો મુદ્દામાલ કબજે કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News