મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો


SHARE







મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના અંતર્ગત શહેરી ઘરવિહોણા લોકોના આશ્રયસ્થાન ઘટક અંતર્ગત મહારાણીશ્રી નંદકુંવરબા અશ્રયગૃહ કાર્યરત છે મોરબી મહાનગરપાલિકાના સંપૂર્ણ સહયોગ હેઠળ શ્રી સિદ્ધિ ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત આશ્રયગૃહ ખાતે ગત તા. ૬ મેં ના રોજ સાંજે ૫ થી ૭ દરમ્યાન આશ્રિતો માટે બાંધકામ શ્રમિક વિભાગ તથા મહાનગરપાલિકાની UCD શાખા ના સહયોગ થી ઈ- નિર્માણ કાર્ડ કેમ્પનું આયોજન કરાયું હતું બાંધકામ શ્રમિક વિભાગની ટીમ દ્વારા આશ્રયગૃહના આશ્રિતોને ઈ-નિર્માણ યોજનાના વિવિધ લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ઈ-નિર્માણ કાર્ડની પ્રોસેસ ઓનલાઈન કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન અને વિભાગીય સુચના અનુસાર સરકારની વિવિધ યોજનાઓનો લાભ આશ્રયગૃહના ઘરવિહોણા આશ્રીતોને મળે તે માટે વિવિધ સરકારી વિભાગ સાથે સંકલન કરી વિવિધ યોજનાઓના કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં કુલ ૧૭ જેટલા આશ્રિતોએ લાભ લીધો હતો કેમ્પને સફળ બનાવવા બાંધકામ શ્રમિક વિભાગની ટીમ અને સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા કેમ્પને સફળ બનાવ્યો હતો.






Latest News