મોરબી નજીક કારખાનના માટી વિભાગમાં કામ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 1.54 લાખની રોકડ સાથે 17 શખ્સો પકડાયા મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૧૪ અને ૨૧ મે ના રોજ  કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે


SHARE







મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૧૪ અને ૨૧ મે ના રોજ  કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) મોરબી દ્વારા તા.૧૪-૫-૨૬ અને તારીખ ૨૧-૫-૨૬ ના રોજ સવારે ૧૧ કલાકે એમ બે 'કારકીર્દી માર્ગદર્શન સેમિનાર'નું આયોજન મોરબી ITI કેમ્પસની બાજુમા, મહેન્દ્રનગર પાણીની ટાંકી સામે, ઘુંટુ રોડ, મહેન્દ્રનગર- મોરબી ખાતે કરવામાં આવ્યું છે.

આ સેમિનારમાં કોલેજનાં એડમિશન વિભાગના નિષ્ણાતો દ્વારા જુદી જુદી ડિપ્લોમાની શાખાઓની માહિતી, ધોરણ ૧૦ પછી અને ITI અભ્યાસ પછી ડિપ્લોમા એંજીનીયરીંગમાં કઈ રીતે એડમિશન મળી શકે અને તે માટે કરવી પડતી ઓનલાઈન પ્રક્રીયા તથા વાલીઓનાં મુંજવતા પ્રશ્નો અંગે માહિતી આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા)ના આચાર્ય દ્વારા દરેક વિદ્યાર્થી અને વાલીને આ કાર્યક્રમમાં સમયસર હાજર રહીને બહોળા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News