મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલી ગામે વાડીએ ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી


SHARE











વાંકાનેરના જાલી ગામે વાડીએ ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી

વાંકાનેરના જાલી ગામની સીમમાં વાડીએથી પાણીની મોટર તથા સર્વિસ માટેના કેબલ વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી 25,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ખેડૂતો દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ બોલાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા અને ખેતી કામ કરતા અજયભાઈ છનાભાઇ ખમાણી (25)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેરના જાલી ગામની સીમમાં કરાર તરીકે ઓળખાતી ફરિયાદીની વાડીએ પાણી ખેંચવા માટેની મોટર તથા તેનો સર્વિસ વાયર રાખ્યા હતા જે 20,000 ની કિંમતની મોટર તથા 5000 રૂપિયાની કિંમતનો વાયર આમ કુલ મળીને 25,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી અજાણ્ય શખ્સ દ્વારા કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

દવા પી જતા સારવારમાં

મોરબીના માળીયા મીંયાણા તાલુકાના મોટાભેલા ગામે રહેતા પૂજાબેન ખેંગારભાઈ છૈયા નામના મહિલા વધુ પડતી માનસિક રોગની દવા એકી સાથે પી જતા તેમને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના ડી.આર. ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે હળવદના ચૂંપણી ગામે રહેતા જીલુબેન ડાયાભાઈ ગોરીયા નામના ૨૨ વર્ષીય મહિલા તા.૨૭-૪ ના રાત્રીના બે વાગ્યાના વાડી વિસ્તારમાં બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે બાઇક સ્સીપ થતા પડી ગયા હોય સારવાર માટે મોરબી આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.તેમજ જામનગરના રહેવાસી વિશાલ દશરથભાઈ વાંક નામના ૨૨ વર્ષના યુવાને કોઇ કારણોસર દવા પી લીધી હોય તેને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News