મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !


SHARE







વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !

વાંકાનેરના કણકોટ ગામ પાસે કોન્ફિડન્ટ પેટ્રોલિયમ ઇન્ડિયા લીમીટેડનો એલપીજી બોટલિંગ પ્લાન્ટ આવેલો છે અને ત્યાં પ્લાન્ટ ઇન્ચાર્જ અને ઓપરેટર તરીકે કામ કરતા બે કર્મચારીઓ દ્વારા કંપની દ્વારા મોકલવામાં આવેલ એલપીજી ગેસના જથ્થામાંથી કંપનીની જાણ બહાર 92 ટન 656 કિલો ગેસના જથ્થાને બારોબાર વેચી નાખ્યો છે અને તેના નાણા કંપનીના એકાઉન્ટમાં જમા કરાવેલ નથી અને 1,52,88,240 ની કિંમતનો ગેસ બારોબાર વેચાણ કરીને કંપની સાથે વિશ્વાસઘાત કરેલ હોય હાલમાં કંપનીના કર્મચારીઓ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મહારાષ્ટ્ર ખાતે આવેલ કોન્ફિડન્ટ ટાવર રામદાસ ફ્લેટ સેન્ટ્રલ બજાર રોડ ખાતે રહેતા અને નાગપુરમાં કોન્ફિડન્ટ પેટ્રોલિયમ ઇન્ડિયા લીમીટેડ ખાતે નોકરી કરતા સુભાંગસિંગ બિજેન્દ્રપાલ સિંગ (42)વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશકુમાર ભેરૂલાલ મેઘવાલ રહે હાલ મહાવીરનગર વાંકાનેર મૂળ રહે. રાજસ્થાન તથા ઇલ્યાસ નૂરમામદભાઈ પરારા રહે. કણકોટ તાલુકો વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, કણકોટ ગામે આવેલ કોન્ફિડન્ટ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડના એલપીજી બોટલિંગ પ્લાન્ટ ખાતે સુરેશકુમાર પ્લાન્ટના ઇન્ચાર્જ તરીકે તથા ઇલ્યાસ પ્લાન્ટના ઓપરેટર તરીકે કામ કરે છે અને બંને આરોપીઓએ કંપની સાથે વિશ્વાસઘાત કરીને કંપની દ્વારા મોકલાવવામાં આવેલ એલપીજી ગેસના જથ્થામાંથી સૂચના મુજબનું વેચાણ ન કરીને સ્ટોરેજ પ્લાન્ટમાંથી 92 ટન 656 કિલો એલપીજી ગેસનો જથ્થો જેની કિંમત 1,52,88,240 રૂપિયા થાય છે તે કંપનીની જાણ બહાર કોઈપણ રીતે બારોબાર વેચાણ કરી નાખેલ છે અને તેના નાણા કંપનીના એકાઉન્ટમાં જમા ન કરાવીને પોતાના અંગત ઉપયોગમાં આરોપીએ લીધેલ છે જેથી કંપનીના કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News