વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીની એલઇ કોલેજના વિદ્યાર્થીઓએ સીડીએસ બિપિન રાવત સહિત ૧૩ શહિદોને આપી શ્રધ્ધાંજલી


SHARE







મોરબીની એલઇ કોલેજના વિદ્યાર્થીઓએ સીડીએસ બિપિન રાવત સહિત ૧૩ શહિદોને આપી શ્રધ્ધાંજલી

પશ્ચિમી સંસ્કૃતિની પાછળ આંધળી દોટ દોડનાર યુવાવર્ગને પ્રેરણા આપતો કાર્યકમ મોરબીની એલઇ કોલેજમાં યોજાયો હતો. જે અંતર્ગત તા.૮ ડીસેમ્બર ૨૦૨૧ ના રોજની ગોજારી હેલીકોપ્ટર દુર્ઘટનામાં શહિદ થયેલા જવાનોને ભાવાંજલી આપવાની ભાવના સાથે ભારત માતાના વીર સપૂતોને વિનમ્ર શ્રધ્ધાંજલી અર્પવાનો કાર્યકમ યોજાયો હતો.

મોરબીની જૂની અને જાણીતી સંસ્થા એવી લખધીરજી એન્જીન્યરીંગ કોલેજ (ડિપ્લોમા ) ના પ્રાંગણમાં સંસ્થાના મિકેનિકલ વિભાગના સેમ-૬ ના લહેરૂ રીતેષ, પટેલ જયમિન, હડિયલ દિવ્યેશ, રાજગોર સૌરભ, વૈષ્ણવ કેયૂર, મકાસના ઓમનિષ, યાદવ રાકેશ સાથે મળી સંસ્થાની જીમખાના ટિમના સભ્યો અને વ્યાખ્યાનના રાજદીપસિંહ ચાવડા, આશિતા પરિખ, યોગેશ સતાપરા, હાર્દિક ચનિયારા દ્વારા આચર્ય ડી.બી.વાગડિયાના વડપણ હેઠળ દિવંગત સીડીએસ જનરલ બિપિન રાવત સહિતના ૧૩ જવાનોની યાદમાં આ કાર્યકમ યોજવામાં આવેલો હતો.જેમાં સીડીએસ જનરલ બિપિન રાવતના જીવન આધારિત ડોક્યુમેન્ટરી તેમજ સર્વે શહિદ જવાનોના પરિવાર વિષેની માહીતી બતાવવામાં આવેલી હતી.આ કાર્યકમનો ઉદેશ પશ્ચિમી અનુકરણ કરી રહેલા યુવાવર્ગને આપણા દેશના સાચા હિરો એવા દેશના વીર જવાનોની શહીદીનો પરિચય આપી તેમનામાં દેશદાઝની ભાવનાને ઉન્નત કરવાનો હતો.




Latest News