મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળીયા મિંયાણામાં વડીલો પાર્જીત મિલ્કત બાબતે યુવાન, તેના પત્ની અને બે દીકરીઓ સાથે ત્રણ મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓએ માર માર્યો: એક યુવતીને હાથમાં બચકું ભરી લીધું


SHARE







માળીયા મીયાણામાં વડીલો પાર્જીત મિલ્કત બાબતે યુવાન, તેના પત્ની અને બે દીકરીઓ સાથે ત્રણ મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓએ માર માર્યો: એક યુવતીને હાથમાં બચકું ભરી લીધું

માળીયા મીયાણામાં રહેતા યુવાનના ભાઈના પરિવારજનો દ્વારા યુવાન અને તેની પત્ની તથા બે દીકરીઓ સાથે બોલાચાલી જપાજપી મિલકત બાબતે કરવામાં આવી હતી ત્યારે યુવાનની એક દીકરીને હાથમાં આંગળીના ભાગે બચકું ભરી લેવામાં આવ્યું હતું. જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદા ત્યારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણા શહેરમાં જુના બસ સ્ટેશન સામેના ભાગમાં રહેતા અકબરભાઈ સુમારભાઈ મોવર (45) એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હૈદર સુમારભાઈ મોવર, ઇરફાન હૈદર મોવર, નૂરબાનુ ઇરફાન મોવર, સાયના હૈદર મોવર અને રહીમા હૈદર મોવર તમે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓની વડીલો પાર્જીત મિલકત બાબતે અગાઉ બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી તથા તેની પત્ની અને બે દીકરીઓ સાથે બોલા ચાલી ઝપાઝપી કરી હતી અને તે દરમિયાન ફરિયાદીના દીકરી નાજ બેનને હાથમાં બચકું પણ ભરી લેવામાં આવ્યું હતું. જેથી કરીને ઈજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ મહિલાઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News