મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો


SHARE











મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો

મોરબીના સામાકાંઠે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે આવેલ આઠ ઓરડી ખાતે રહેતા અશોકભાઈ મેરૂભાઈ માંડવીયા (કોળી) એ થોડા દિવસો પહેલા પોતાનો પુત્ર દશરથ અશોકભાઈ માંડવીયા તા.૫-૪ ના રોજ ઘરેથી કહ્યા વિના નીકળી ગયો હોય તે બાબતની પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા નોંધ કરાવી હતી.

જેની તપાસમાં સામે આવ્યું હતું કે હાલમાં કારખાના બંધ હોય કામ મળતું ન હોય અને મિત્રો પાસેથી પૈસા ઉછીના લીધેલા હોય તે પૈસા પરત આપવાના હોય તે વાતના ટેન્શનમાં તે કોઇને કહ્યા વગર ચોટીલા ચાલ્યો ગયો હતો.અને પોલીસમાં જાણ કરવામાં આવી હોવાની તેને જાણ થતા દશરથ કોળી ઘરે પરત ફર્યો હતો અને પોલીસમાં આવીને ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.તેમ તપાસ અધિકારી એ.એમ. ઝાપડિયા પાસેથી જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાછળ આવેલ ધાર વિસ્તારમાં હનુમાન મંદિર પાસે રહેતા નવઘણભાઈ સોમાભાઈ વાઘેલા નામનો ૨૪ વર્ષનો યુવાન થોડા દિવસો પહેલા લખધીરપુર રોડ ઉપર આવેલ નીલકંઠ એન્જિનિયરિંગમાં કલર કામ કરતો હતો.તે દરમિયાનમાં તેને ઇલેક્ટ્રીક શોટ લાગતા તેને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

હુમલા કેસમાં કાર્યવાહી

મોરબીના વીસીપરા વિસ્તારમાં યુવાન ઉપર છરી વડે પીઠના ભાગે હુમલો કરવામાં આવ્યો હતો.આ બનાવ સંદર્ભે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.જે ગુના હેઠળ બી ડિવિઝન પોલીસ દ્વારા છરી વડે હુમલો કરવાના કેસમાં જાવેદ ઈકબાલ મોવર મિંયાણા (૨૦) રહે.રણછોડનગર શાંતિવન સરકારી પ્રાથમિક શાળા પાસે વીસીપરા મોરબી ની ધોરણસર અટકાયત કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે. જ્યારે મોરબીના રંગપર ગામ ખાતે રહેતા નિલેશભાઈ પ્રવીણભાઈ ભટ્ટ નામના ૩૨ વર્ષના યુવાને એસિડ પી લેતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના વિજયભાઈ મિયાત્રા દ્વારા નોંધ કરીને બનાવના કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

જામનગરના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા આબેદાબેન સલીમભાઈ સમા નામના ૪૫ વર્ષીય મહિલાને તેમના ઘરે તેમના પતિ દ્વારા માર મારવામાં આવતા જામનગર ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.પોલીસને જાણ થતા બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે માળિયા-અમદાવાદ હાઈવે ઉપર રહીને કામ કરતા પરિવારની પાર્વતી રાજુભાઈ બામણીયા નામની ત્રણ વર્ષની બાળકીને લોડર ચાલકે ધ્યાન ન રાખીને લોડરનું ટાયર કમરના ભાગે અડાડી દેતા ઇજા થતાં બાળકીને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબી નાની બજાર વિસ્તારમાં રહેતા પરિવારની માહીબેન અમારભાઈ મુસ્તાકભાઈ ચાનીયા નામની ૨૦ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર લાઇઝોલ લિક્વિડ પી લીધુ હતુ. જેથી તેણીને અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને બનાવની હોસ્પિટલમાંથી પોલીસને જાણ કરાતા સ્ટાફના સંજયભાઈ બાલાસરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી તેમ પોલીસે જણાવેલ છે.






Latest News