મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ


SHARE







મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ

સ્થાનિક શિક્ષણ જગતની અગ્રણી સંસ્થા ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે એક વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં ધોરણ ૧૧ 'એ' ની વિદ્યાર્થીની ગઢવી ધારા એ તાત્યા ટોપે અને પરમાર આયશા એ અનંત લક્ષ્મણ કન્હરે ના જીવન વિશે વિસ્તૃત માહિતી આપી ત્યારબાદ ૧૧ બી ના વિદ્યાર્થી પીલુડીયા જુનેદ એ ચાફેકર બંધુના જીવનની માહિતી બધાને જણાવી હતી. કાર્યક્રમ આગળ વધારતા ધોરણ ૧૧ 'એ' અને બી ના વિદ્યાર્થીઓએ તેમની છબીઓ સમક્ષ પુષ્પ અર્પણ કર્યા હતા.

શાળાના આચાર્ય તથા શિક્ષકગણે વિદ્યાર્થીઓના આ સુંદર પ્રયાસને બિરદાવ્યો હતો.આચાર્ય વિરડીયા એ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય છે અને તેઓ મહાન વિભૂતિઓના જીવનમાંથી પ્રેરણા મેળવી ઉમદા નાગરિક બનવા તરફ પ્રેરાય છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું.જેમાં શાળાનો તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.






Latest News