વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરની સરતાનપર ચોકડી પાસે બાઇકમા દોરી ભરાતા નીચે પડેલ યુવાનનું ડમ્પર નીચે કચડાઈ જવાથી મોત 


SHARE







વાંકાનેરની સરતાનપર ચોકડી પાસે બાઇકમા દોરી ભરાતા નીચે પડેલ યુવાનનું ડમ્પર નીચે કચડાઈ જવાથી મોત 

મોરબી વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર ચોકડી પાસેથી પસાર થઇ રહેલ બાઇકચાલકના બાઈકમાં દોરી ભરાઇ હતી જેથી બાઇક ચાલક નીચે રસ્તા પર પડી ગયો હતો જેથી પાછળથી આવી રહેલ ડમ્પર તેના ઉપર ફરી વળ્યું હતું અને યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને ત્યારબાદ વાંકાનેર મોરબી હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાતા હાલમાં સાડા ત્રણ કિલોમીટર કરતાં લાંબો ટ્રાફિકજામ સ્થળ પર હાજર રહેલા લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી રસ્તામાં પડેલા ખાડાઓને બુરવા માટે થઈને કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે ત્યારે આજે બપોરના સમયે મોરબી વાંકાનેર હાઇવે ઉપર સતનપર ચોકડી પાસેથી પસાર થઇ રહેલ બાઈક ચાલકનાં બાઈકમાં દોરી ફસાઈ હતી જેથી બાઇકચાલક નીચે રસ્તા ઉપર પટકાયો હતો અને તેની પાછળ આવી રહેલ ડમ્પર ચાલકે પોતાનું વાહન તેના ઉપરથી ફરી દીધું હતું જેથી આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજયુ હતું અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઇને ઘટના સ્થળેથી નાસી છુટયો હતો જોકે હાલમાં ઘટના સ્થળ ઉપર લગભગ સાડાત્રણ કિલોમીટરથી વધુનો ટ્રાફિક જામ થઈ ગયો હોવાનું સ્થળ ઉપર હાજર રહેલા લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે અને મૃતક યુવાન વાંકાનેરનો હોવાનું સામે આવી રહ્યું છે અને અકસ્માતના આ બનાવની પોલીસને જણા કરવામાં આવી છે




Latest News