ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી પીજીવીસીએલની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલની સજા


SHARE







મોરબી પીજીવીસીએલની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલની સજા

મોરબીમાં પી.જી.વી.સી.એલ. ના ગ્રાહકે કોર્ટના હુકમ મુજબની રકમ પી.જી.વી.સી.એલ. કચેરીમાં જમા કરવી ન હતી. જેથી પી.જી.વી.સી.એલ. તરફથી દાખલ કરેલ દરખાસ્તના કામે ગ્રાહક/ પ્રતિવાદીને કોર્ટે ત્રણ માસની જેલની સજા ફટકારી છે.

પી.જી.વી.સી.એલ. દ્વારા મોરબી કોર્ટમાં સુભાન દાદૂઅલી મોવલ સામે કોર્ટના હુકમ મુજબની લેણી થતી રકમ ૧,૧૩,૧૦૦ વસુલ મેળવવા માટે દિવાની દરખાસ્ત નં.૮૨/૨૦૨૩ થી દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી જે દરખાસ્તના કામે વાદીના વકીલ મારફત સભાન દાદૂઅલી મોવલની જંગમ મિલ્કતની જપ્તીનું વોરંટ કાઢવા અરજી કરતા કોર્ટે તેમની સામે જંગમ મિલ્કતની જપ્તી માટે વોરંટ કાઢેલ જેમાં કોર્ટના બેલીફ મારફત સુભાન દાદૂઅલી મોવલના ઘરે જંગમ મિલ્કતની જપ્તી કરવા જતા તેમના ઘરે જંગમ મિલ્કત અંગે નીલ રિપોર્ટ આવતા વાદીના વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક મારફત પ્રતિવાદી સુભાન દાદૂઅલી મોવલની સ્થાવર મિલ્કત જપ્ત કરવા માટે સી.પી.સી.ઓ-૨૧, રૂલ-૪૧ મુજબ પ્રતિવાદી તેની સ્થાવર મિલ્કત જપ્ત કરવા માટે કોર્ટમાં જુબાની લેવા માટે અરજી કરેલ હતી જે અરજી કોર્ટે મંજુર કરેલ અને પ્રતિવાદી તે બાબતે સમન્સ/ નોટીસ પણ કોર્ટ દ્વારા આપવામાં આવી હતી પરંતુ પ્રતિવાદી પોતે જાતે કે તેમના વકીલ મારફત કોર્ટ સમક્ષ હાજર રહેલ નહી કે કોઈ રજુઆત કરેલ નહી જેથી વાદીના વકીલ નિકુંજભાઈ પનમચંદભાઈ કોટક મારફત કોર્ટ સમક્ષ પ્રતિવાદીને "જેલ" માં બેસાડવા માટે સી.પી.સી. ઓ-૨૧, રૂલ-૪૧(૩) મુજબની અરજી કરવામાં આવી હતી જે અરજી કોર્ટે સી.પી.સી. ઓ.૨૧ રૂલ ૭,૪૦ મુજબ પ્રકીયાનુ પાલન કરવામાં આવે તેવો હુકમ કરી મંજુર રાખી હતી અને પ્રતિવાદી સુભાન દાદૂઅલી મોવલને ત્રણ મહીનાની જેલનો તથા વાદીને ૧ મહિનાની અટકાયત માટે ૧૦,૦૦૦ ની રકમ ૭ દિવસની અંદર જેલનો ખર્ચ ભરવા માટેનો હુકમ મોરબીની કોર્ટના જજ એસ.એ.મેમણ સાહેબ દ્વારા કરવામાં આવેલ છે. અને વાદી વતી મોરબીના સિનિયર વકીલ નિકુંજભાઈ પનમચંદભાઈ કોટક રોકાયેલા હતા.






Latest News