માળીયા (મી)માં છોકરાને ઠપકો આપવા બાબતે બે મહિલા સાહિત 4 લોકો ઉપર ધોકા, પાઇપ અને ધારિયા વડે હુમલો: 2 મહિલા સહિત 9 સામે ફરિયાદ મોરબીમાં ડોર ટુ ડોર કચરા કનેક્શનના કામમાં બાળ મજૂરી, એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો મોરબીમાં ગોપાષ્ટમી પર્વે ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું ગૌપૂજન મોરબીમાં રહેતી યુવતીને પ્રેમીએ વતનમાં જવાના ના કહેતા ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના નાના રામપર ગામે ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત: હળવદના જોગડ ગામ પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના બે ગુનામાં નાસતો ફરતો આરોપી 30 વર્ષે પકડાયો


SHARE







































મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના બે ગુનામાં નાસતો ફરતો આરોપી 30 વર્ષે પકડાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ/ ધાડ તથા લુંટની કોશિશના અલગ અલગ બે ગુન્હામાં છેલ્લા 30 વર્ષથી નાસતો ફરતો આરોપી મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લા ખાતે હોવાની હક્કીત મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં જઈને આરોપીને પકડીને આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

મોરબી એલ.સી.બી  ના પીઆઇની સૂચના મુજબ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટિમ કામ કરી રહી છે અને મોરબી જિલ્લાના જુદાજુદા ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની કામગીરી ચાલી રહી છે તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને સંયુક્તમા ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ/ધાડ તથા લુંટની કોશિશના અલગ અલગ બે ગુન્હામાં છેલ્લા 30 વર્ષથી નાસતો ફરતો આરોપી વિનોદ ઉર્ફે તાલુ ઉર્ફે વાલુ માનસીંગભાઇ બીલવાલ રહે.મંડલી બડી તાલુકો જાંબુઆ મધ્યપ્રદેશ વાળો તેના ઘરે છે. જેથી કરીને સ્ટાફ ત્યાં ગયો હતો અને આરોપી વિનોદ ઉર્ફે તાલુ ઉર્ફે વાલુ માનસીંગભાઇ બીલવાલ (49) ને હસ્તગત કરેલ છે અને આરોપીને આગળની કાર્યવાહી કરવા માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
















Latest News