મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાંકાનેર ગાયત્રી શક્તિપીઠમાં સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ: પ્રજ્ઞા પુરાણ કથાથી સેવા પ્રવૃત્તિઓને મળશે નવી શક્તિ


SHARE







વાંકાનેર ગાયત્રી શક્તિપીઠમાં સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ: પ્રજ્ઞા પુરાણ કથાથી સેવા પ્રવૃત્તિઓને મળશે નવી શક્તિ

મોરબ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ગાયત્રી ઉપાસક મણીભાઈ ગડારા દ્વારા વાંકાનેર ગાયત્રી શક્તિપીઠની મુલાકાતે આવેલા બહેનોનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના મોરબી જિલ્લા પ્રમુખ ચાંદનીબેન એમ. મણીયાર, જાગૃતિબેન ગઢીયા, કંચનબેન કાનાણી તેમજ આનંદ ગરબા અને સત્સંગ મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર ગાયત્રી શક્તિપીઠમાં ઉપાસક અશ્વિનભાઈ રાવલ અને તેમની ટીમ દ્વારા અનેક પ્રકારની સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. અહીં અન્નપૂર્ણા ટિફિન સેવા, વાત્સલ્ય મંદિરમાં મંદબુદ્ધિ તથા વિકલાંગ બાળકોની સેવા,ધો. 1 થી 9 સુધીના બાળકોને મફત શિક્ષણ, આરોગ્યવર્ધક પ્રવૃત્તિઓ તેમજ ગૌશાળાની સેવા જેવી માનવતા આધારિત અનેકવિધ કામગીરી સતત ચાલે છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ માટે સંસ્થાનો રોજનો ખર્ચ આવક કરતાં વધારે હોવાથી સંસ્થાને સહાયરૂપ થવા માટે પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય કથા તા. 29-03-2026 થી રાત્રિના સમયે યોજાશે. આ કથાનું વક્તવ્ય પાયલબેન પટેલ દ્વારા કરવામાં આવશે, જે પોતાની ભાવમય અને પ્રેરણાદાયી શૈલીમાં શ્રોતાઓને આધ્યાત્મિક રસપાન કરાવશે. આ કથા દરમિયાન મળનાર દરેક પ્રકારનો ફાળો વાંકાનેર ગાયત્રી શક્તિપીઠની સેવાકીય પ્રવૃત્તિઓને સમર્પિત કરવામાં આવશે. આ આયોજન દ્વારા સમાજમાં સેવા, સંસ્કાર અને આધ્યાત્મિકતા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.






Latest News