મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જાજાસર ગામે ભાડા પટ્ટે આપેલ સરકારી જમીન ઉપર કબ્જો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE







માળીયા (મી)ના જાજાસર ગામે ભાડા પટ્ટે આપેલ સરકારી જમીન ઉપર કબ્જો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ

માળીયા મીયાણા તાલુકાના જાજાસર ગામની સીમમાં સરકારે 30 વર્ષના ભાડાપટે જે જમીન ફાળવી હતી તેના ઉપર ગેરકાયદેસર કબજો કરીને ત્યાં મીઠાનું ઉત્પાદન કરી જમીન પચાવી પાડી છે જેથી કરીને વો બનેલા યુવાને હાલમાં માળીયા મીયાણા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની તજવીજ હાથ ધરી છે.

માળીયા મીયાણા શહેરમાં પોલીસ સ્ટેશનની બાજુમાં રહેતા અને મીઠાનો વેપાર કરતાં હનીફભાઈ સોકતઅલી અબ્દુલ્લા ભટ્ટી (34)એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઈકબાલભાઈ ઇલિયાસભાઈ ભટ્ટી (39) રહે ભઠ્ઠી વાળા વિસ્તાર માળિયા મીયાણા વાળાની સામે લેન્ડગ્રેબિંગ ની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળિયા તાલુકાના ઝાઝાસર ગામે સરકારે 30 વર્ષના ભાડા પટ્ટા માટે 10 એકર જમીન મીઠાના ઉત્પાદન માટે તેઓને ફાળવેલી છે જે જમીનમાંથી 0-40-27 ચોરસ મીટર જમીનમાં આરોપીએ ગેરકાયદેસર રીતે કબજો કરી જમીન પચાવી પાડી છે તથા મીઠાનું ઉત્પાદન કરી જમીન ઉપર ગેરકાયદેસર પોતાનો કબજો રાખી જમીનને પચાવી પાડેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News