મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળિયા (મી)માંથી દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સ ઝડપાયો


SHARE







માળિયા (મી)માંથી દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

માળીયા મિયાણામાં આવેલ સરકારી હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલ પાણીના ટાંકા પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને પોલીસે રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી હાથ બનાવટનો એક તમંચો મળી આવ્યો હોય પોલીસે 2000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપીને પકડીને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સરકારી હોસ્પીટલની પાછળના ભાગમાં પાણીના ટાંકા નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી પોલીસે 2000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી સલીમભાઈ ઉર્ફે પલ્લો દિલાવરભાઈ જેડા (38) રહે હકમશાપીરની દરગાહ પાસે માળિયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ ની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News