મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં જમીનનો સોદો કરાવીને 75.75 લાખ પડાવી લઈને દસ્તાવેજ ન કરી આપ્યો !: 5 સામે ઠગાઈની ફરિયાદ


SHARE







મોરબીમાં જમીનનો સોદો કરાવીને 75.75 લાખ પડાવી લઈને દસ્તાવેજ ન કરી આપ્યો !: 5 સામે ઠગાઈની ફરિયાદ

મોરબીના નાનીવાવડી ગામે રહેતા યુવાન સાથે જમીનનો સોદો કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી 75.75 લાખ રૂપિયા લઇ લેવામાં આવ્યા હતા જોકે યુવાનને જમીનનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો ન હતો અને તેની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને હાલમાં 5 શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે આવેલ શીવવીલા સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા મનીષભાઈ કેશવજીભાઈ મોરડીયા (37) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ રહે. બગથળા, સંદીપભાઈ માવજીભાઈ મેરજા રહે.મહેન્દ્રનગર, અકીભાઈ શાહ (ઓફિસ : આઇ.બી સી.કોમ્પ્લેક્ષ લખધીરપુર રોડના નાકે વાંકાનેર હાઇવે મોરબી-૨), કેતનભાઇ લાલજીભાઈ સંઘાણી રહે.ઘૂટું તા.મોરબી અને રાજેશભાઈ દેસાભાઇ ચૌહાણ રહે.માણેકવાડા તા.મોરબી ની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યું છે કે નાની વાવડી ગામે આવેલ ઓમ પાર્ક સામે ફરિયાદી હતા ત્યારે પાંચે આરોપીઓએ ગુનાહિત કાવતરું કરીને તેમને જમીન બતાવી હતી અને ત્યારબાદ જમીનનો સોદો કરાવીને તેઓની પાસેથી રોકડા રૂપિયા 75.75 લાખ રૂપિયા લઇ લેવામાં આવ્યા હતા જોકે, જમીનનો દસ્તાવેજ ફરિયાદીને કરી આપવામાં આવેલ ન હતો જેથી યુવાન સાથે ઠગાઇ અને વિશ્વાસઘાત કરવામાં આવેલ હોય ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાનોંદ ધાવવામાં આવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News