મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી માર્કેટ યાર્ડના વેપારી પાસેથી સ્વામિનારાયણ મંદિરે આપવા તેલ-બેશન ખરીદી કરીને ૧૦.૨૮ લાખનું બિલ ન ચૂકવ્યું !


SHARE







મોરબી માર્કેટ યાર્ડના વેપારી પાસેથી સ્વામિનારાયણ મંદિરે આપવા તેલ-બેશન ખરીદી કરીને ૧૦.૨૮ લાખનું બિલ ન ચૂકવ્યું !

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડમાં દુકાન ધરાવતા વેપારીને ત્યાંથી સ્વામિનારાયણ મંદિર રેશનિંગની વસ્તુ મોકલવાની છે તેવું કહીને બે શખ્સો દ્વારા બેસન અને તેલના ડબ્બાની ખરીદી કરવામાં આવી હતી અને તેનું ૧૦.૨૮ લાખ રૂપિયાનું બિલ ન ચૂકવીને વેપારી સાથે ચેટિંગ કરવામાં આવ્યુ હતું જેથી હાલમાં ભોગ બનેલા વેપારી દ્વારા બે શખ્સોની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવે છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મારુતિ નગરમાં જીવંતિકામાં રહેતા અને મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડમાં ખાવડીયા ટ્રેડિંગ કંપની નામની દુકાન ધરાવતા મહેશભાઈ છગનભાઈ ખાવડીયા જાતે પટેલ (ઉંમર ૪૨) એ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બ્રિજેશભાઈ કાન્તીભાઈ પટેલ રહે. જુનાગઢ તેમજ જેકલેશભાઈ ધીરજભાઈ સોમૈયા રહે. રેસકોસ પાર્ક એરપોર્ટ રોડ રાજકોટ વાળાની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં ફરિયાદી યુવાને જણાવ્યું છે કે આરોપીઓએ ગત તારીખ ૮/૩/૨૧ ના રોજ તેઓની દુકાનેથી સ્વામિનારાયણ મંદિરમાં વસ્તુ આપવાની છે તેવું કહીને બેસનના કટા અને તેમજ તેલના ડબ્બાની ખરીદી કરી હતી અને તેના બિલના ૧૦.૨૮ લાખ રૂપિયા આપવાના થતા હતા જે રૂપિયા ન આપીને આરોપીઓએ દુકાનદારની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી જેથી ભોગ બનેલા વેપારી દ્વારા હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News