મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અસમાજિક તત્વોએ કરેલ 3 મકાન સહિત કુલ 4 દબાણ તોડી પાડ્યા: 642 ચો.મી. જમીન ખુલ્લી કરાઇ


SHARE











મોરબીમાં અસમાજિક તત્વોએ કરેલ 3 મકાન સહિત કુલ 4 દબાણ તોડી પાડ્યા: 642 ચો.મી. જમીન ખુલ્લી કરાઇ

મોરબીના જેલ રોડ અને બોરીચા વાસ વિસ્તારમાં સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલ શખ્સો દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું તેને તોડી પાડવા માટે આજે તંત્રો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અંદાજે 642 ચોરસ મીટર જગ્યા ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને ત્રણ જેસીબીની મદદથી તોડી પાડવામાં આવેલ છે

સમગ્ર ગુજરાતની અંદર અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શખ્સોએ સરકારી જમીન ઉપર કે ગૌચરની જમીન ઉપર કરેલ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે થઈને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી શહેરના બોરીચાવાસ વિસ્તારમાં રહેતા ભરત ઉર્ફે બીકે કાળુભાઈ બોરીચા તથા જીગર નામના બે શખ્સો કે જેની સામે મારામારી, પ્રોહિબિશન વિગેરેના ગુના નોંધાયેલા છે આ શખ્સો દ્વારા જુદી જુદી ચાર જગ્યા ઉપર ત્રણ પાકા મકાન અને એક જગ્યાએ પતરની આડસ કરીને ડેલા જેવું દબાણ કર્યું હતું આ ચારેય જગ્યા ઉપર આજે મોરબીના પ્રાંત અધિકારી, ડીવાયએસપી, પીઆઇ સહિતના અધિકારીઓની હાજરીમાં 3 જેસીબીને કામે રાખીને તમામ પ્રકારના દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કુલ મળીને 642 ચોરસ મીટર જગ્યા ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને આજે તોડી પાડવામાં આવેલ છે અને સરકારી જમીન ઉપરથી દબાણ દૂર કરીને અંદાજે 65 લાખ રૂપિયાની કિંમતની જમીનને દબાણ મુક્ત કરવામાં આવેલ છે અને આગામી સમયમાં આવી જ રીતે મોરબી જિલ્લામાં કોઈપણ અસામાજિક તત્વ દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યો હશે તો ટી દબાણ તોડીને કરવામાં આવશે તેવું ડીવાયએસપી જે.એમ.આલએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું






Latest News