મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડ ઉપર બહુમાળીમાંથી પડતું મુકતા મહિલાનું મોત 


SHARE







મોરબીના લીલાપર રોડ ઉપર બહુમાળીમાંથી પડતું મુકતા મહિલાનું મોત 

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા સ્મશાનની સામેના એપાર્ટમેન્ટમાં છત ઉપરથી મહિલાએ નીચે પડતું મૂક્યું હતુ.રાત્રિના બનેલી આ ઘટનામાં મહિલાનું મોત નિપજેલ છે.બનાવ સંદર્ભે મૃતકના ભાઈને જાણ કરીને પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ મોરબીના લીલાપર રોડ ઓમકાર રેસીડેન્સી ખાતે એપાર્ટમેન્ટમાં રહેતા અંબિકાબેન ઉર્ફે પ્રિયાબેન નામના આશરે ત્રીસેક વર્ષીય મહિલાએ ગતરાત્રિના એકાદ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર છત ઉપરથી નીચે પડતું મૂક્યું હતું. જેથી કરીને તેણીનું મોત નિપજેલ છે.હાલ ડેડબોડીને અત્રે સિવિલ હોસ્પિટલે રાખવામાં આવ્યું છે.અને મૃતકના ભાઈને જાણ કરવામાં આવી હોવાનું તપાસ અધિકારી આર.આર.મિયાત્રા પાસેથી જાણવા મળેલ છે.કયા કારણોસર મહિલાએ ઉપરોક્ત પગલું ભર્યું ? તે હાલ તપાસનો વિષય છે.

મારામારીમાં ઇજા

મોરબીના લાલપર સીરામીક સિટી વિસ્તારમાં રહેતા અજયભાઈ રમીઝભાઈ તિવારી (ઉંમર ૪૯ વર્ષ) ને મારામારીની ઘટનામાં ઈજા થતાં તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.મોરબીના રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પવનકુમાર રાજદેવ ચોરસીયા નામનો ૪૨ વર્ષનો યુવાન રફાળેશ્વરથી ગાળા બાજુ જતો હતો ત્યારે કુબેર ટોકીઝ નજીક અજાણ્યા બાઈક ચાલકે તેને ઠોકર મારતા સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે ક્રાંતિજ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા દુર્લભજીભાઈ ત્રીકમભાઈ જાકાસણીયા નામના ૭૫ વર્ષના વૃદ્ધ બાઈક સાથે અથડાતા તેમને ઈજા થતા શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.

વાહન અકસ્માત

ટંકારાના ધ્રુવનગર પાસે બાર નાલા નજીક અજાણ્યા બાઇક સાથે ટક્કર થતા ઇજા પામેલા પ્રકાશ રમેશભાઈ દેવલ (૨૩) રહે.ઓમ મિનરલ્સ લેબર કવાટર ટંકારાને સારવાર માટે મોરબી સિવિલે ખસેડાયો હતો. જ્યારે વાંકાનેરના રાતાવિરડા ગામના જયરાજસિંહ ઝાલા નામના ૩૦ વર્ષના યુવાનને રફાળેશ્વરથી પાનેલી તરફ જતા સમયે વાહન અકસ્માતમાં ઇજા થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ જાંબુડીયા પાસેની માઇક્રોમેક્સ કંપની નજીક રહેતા રોશનીબેન રાજેશભાઈ કુમાર (૨૦) નામની મહિલાને યુનિટ પાસે મારામારીમાં ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલએ લઇ જવામાં આવ્યા હતા.

રાજકોટ ખસેડાયો

મોરબીના જેતપર ગામે વાડી વિસ્તારમાં રહેતા વિનોદ દહિરીયાભાઈ નાયક નામનો ૨૫ વર્ષનો યુવાન મોટરસાયકલ લઈને વાડી વિસ્તારમાંથી જતો હતો ત્યાં વાહન સ્લીપ થયું હોય મોરબી સિવિલ હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વાંકાનેરના નવા મકનસર ગામે રહેતા પુનાભાઈ ચોંડાભાઈ નામના ૬૪ વર્ષના વૃદ્ધ બંધુનગર ગામ પાસેથી બાઈકમાં જતા હતા તે સમયે રસ્તા ઉપર ખાડો આવતા વાહન સ્લીપ થઈ જતા તેઓને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.મોરબીના લાલપર ગામે શ્યામ હોટલ નજીક બાઇક સ્લીપ થવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં જયેશ ધનજીભાઈ કેરાડીયા (૪૦) રહે. હરિઓમ પાર્ક હળવદ રોડ ઘુંટુ તા.મોરબીને અત્રે શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News