મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે જમવાના પૈસાની લેતી દેતી બાબતે યુવાનની હત્યા કરનાર તેના બે મિત્રો સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે જમવાના પૈસાની લેતી દેતી બાબતે યુવાનની હત્યા કરનાર તેના બે મિત્રો સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ કૈલાશ નળીયાના ગ્રાઉન્ડમાં મિત્રો વચ્ચે જમવાના પૈસાની લેતી લેતી બાબતે માથાકૂટ થઈ હતી ત્યારે બે મિત્રોએ યુવાને નળિયા અને ટાઇલ્સના કટકા વડે પેટના ભાગે માર મારીને ગંભીર ઈજા કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના માતાએ બે શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં હત્યા, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકરનગરમાં રહેતા દયાબેન જગદીશભાઈ ચૌહાણ (55) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગોપાલભાઈ રણછોડભાઈ ઝાપડા અને પ્રદીપભાઈ કોળી નામના બે શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના રફાળેશ્વર ગામે આવેલ કૈલાશ નળીયાના ગ્રાઉન્ડમાં ફરિયાદીના દીકરા ભરતભાઈ ઉર્ફે જેડીને તેના જુના મિત્રો ગોપાલભાઈ અને પ્રદીપભાઈ સાથે જમવાના પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ થઈ હતી ત્યારે ગોપાલભાઈએ નળિયા વડે ભરતભાઈને ખભાના ભાગે તથા પ્રદીપભાઈએ ટાઇલ્સના કટકા વડે તેને પેટના ભાગે માર માર્યો હતો જેથી કરીને ભરતભાઈને ગંભીર થઈ હોય તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો ક સારવાર કારગત ન નીવડતા ભરતભાઈનું મોત નીપજ્યું હતુ અને બનાવ હત્યામાં પલટાયો હતો જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News