મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે તળાવની બાજુમાં નીલ ગાયનો શિકાર


SHARE







માળીયા (મી)ના બગસરા ગામે તળાવની બાજુમાં નીલ ગાયનો શિકાર

માળીયા મીયાણા તાલુકાના બગસરા ગામે તળાવની બાજુમાં રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો છે અને નીલ ગાયનો શિકાર કરવા માટે તેના ઉપર ફાયરિંગ કર્યું હોય તેવું નિશાન મૃત હાલતમાં પડેલ નીલ ગાય ઉપર જોવા મળી રહ્યું છે અને તેના ગાળાના ભાગે તીક્ષણ હથિયાર પણ મરવામાં આવેલ છે તેવું નિશાન હાલમાં જોવા મળી રહ્યું છે જેથી કરીને ગામના લોકો દ્વારા આ બનાવની દ્વારા સંબંધીત વિભાગને જાણ કરવામાં આવી છે અને અબોલજીવનો શિકાર કરનારા શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

માળિયા (મી) તાલુકાના જુદા જુદા વિસ્તારમાં અવારનવાર નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવતી હોય છે તેવામાં આજે માળિયાના બગસરા ગામના સીમ વિસ્તારમાં તળાવની પાછળના ભાગમાં નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો હોય તેવી માહિતી ગામના જાગૃત વ્યક્તિને મળી હતી જેથી ગ્રામજનો ત્યા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્યારે સ્થળ ઉપર નીલ ગાય મૃત હાલતમાં પડી હતી તેના શરીર ઉપર તિક્ષણ હથિયારના ઘા મારવામાં આવ્યા હોય તેવા નિશાન અને બંદૂકથી ફાયરિંગ કર્યું હોય તેવું ઇજાનું નિશાન પણ જોવા મળતું હતું જેથી આ બનાવની જાણ સબંધિત વિભાગના અધિકારીને કરવામાં આવેલ છે અને અબોલજીવનો શિકાર કરવામાં આવતા ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે અને નીલ ગાયનો શિકાર કરનારા જે કોઈ વ્યક્તિ હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ લાગણી વ્યક્ત કરી છે.






Latest News