મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત


SHARE







મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત

મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ સિરામિક કારખાના પાસેથી પસાર થતી કેનાલમાં અકસ્માતે યુવાન પડી ગયો હતો અને પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ઊંચી માંડલ ગામે હાલમાં રહેતા સુરજભાઈ અટલસિંગ ગુર્જર (20) નામનો યુવાન મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ નેક્સોન સીરામીક કારખાનાની બાજુમાંથી પસાર થતી કેનાલમાં અકસ્માતે પડી ગયો હતો અને પાણીમાં ડૂબી ગયો હતો જેથી આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલના પાણીમાં શોધખોળ કરીને યુવાનના મૃતદેને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને પીએમ માટે યુવાનના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરામાં આવેલ ભીમરાવનગરમાં રહેતા સવિતાબેન કરસનભાઈ ચાવડા (60) નામના વૃદ્ધાને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યારે રોહીદાસપરા વિસ્તારની અંદર રહેતા રચનાબેન નરેશભાઈ પંડ્યા (26) નામના મહિલાને મારામારીના બનાવમાં ઇજા થઈ હોવાથી તેઓને પણ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બંને બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાનને મારમાર્યો

મોરબીમાં કુબેર ટોકીઝ પાસે રહેતા અમિતભાઈ ગોવિંદભાઈ ચાવડા (36) નામનો યુવાન મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ દુકાને બેઠો હતો ત્યારે વિશાલ અને અન્ય વ્યક્તિઓએ ત્યાં આવીને તેને હાથ ઉપર ઈંટનો ઘા માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા દિનેશભાઈ પલાસભાઈ બારોટ (25) નામના યુવાનને મારામારીના બનાવમાં જમણા હાથ તથા માથાના ભાગમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News