મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના લાલપરમાં લેમીનેટ કારખાનામાં કામે જતી છોકરીઓ બાથરૂમ જતી હોય ત્યાં પાછળ કેમ જાય છે..? તેમ કહેતાં મજૂર દંપતીને માર પડયો


SHARE







મોરબીના લાલપરમાં લેમીનેટ કારખાનામાં કામે જતી છોકરીઓ બાથરૂમ જતી હોય ત્યાં પાછળ કેમ જાય છે..? તેમ કહેતાં મજૂર દંપતીને માર પડયો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે સનમાઈકાના કારખાના લેબર કવાટર પાસે કારખાનામાં મજુરીકામ કરતા દંપતીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠા આવેલ બૌધ્ધનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા વાલજીભાઈ ગોવિંદભાઈ ટુંડીયા અને તેમના પત્ની ગૌરીબેન (ઉંમર ૩૦) લાલપર ગામ પાસે આવેલા રેઇન્બો લેમીનેટસ નામમા સનમાઈકાના કારખાનામાં મજુરી કામ કરે છે જયાં તા.૨૩-૧૨ ના સવારે દશેક વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં ઈજાઓ થઈ હતી જેથી સારવાર લીધા બાદ ગૌરીબેન વાલજીભાઈ ટુંડીયાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે સંજય વણોલ, જયદીપ વણોલ અને દિનેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમના પતિ વાલજીભાઈએ સંજય વણોલને કહ્યું હતું કે કારખાનામાં કામે આવતી છોકરીઓ બાથરૂમ કરવા જાય ત્યારે તું કેમ પાછળ જાય છે..? તેથી ઉશ્કેરાઈ જઈને સંજય વણોલે તેમના પતિ વાલજીભાઈની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતા અને માર માર્યો હતો તે દરમ્યાન પોતે વચ્ચે છોડાવવા પડતાં સંજય વણોલ અને જયદીપ વણોલે બંનેને ઢીકાપાટુનો મુઢ માર માર્યો હતો જયારે દિનેશ પટેલે દંપતીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત  કર્યા હતા.હાલ ગૌરીબેનની ફરીયાદ ઉપરથી તાલુકા પોલીસે સંજય વણોલ, જયદીપ વણોલ અને દિનેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે જેની એસસીએસટી સેલના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયએ તપાસ હાથ ધરી છે.






Latest News