મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

હળવદના મેરૂપર ગામે નવજાત બાળકને ત્યજી દેનારા માતા-પિતા સામે ગુનો નોંધાયો


SHARE







હળવદના મેરૂપર ગામે નવજાત બાળકને ત્યજી દેનારા માતા-પિતા સામે ગુનો નોંધાયો

હળવદના મેરૂપર ગામે ભવાની હાર્ડવેરની બાજુમાં આવેલ અવળા પાસે ગટરની બાજુમાં ઉકરડામાં કોઈ અજાણ્યા માતા-પિતાએ તાજુ કે કાચું જનમેલ શીશું ત્યજી દીધું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા માતા પિતા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં આવેલ ભવાની હાર્ડવેર ની બાજુમાં અવળા પાસે ગટરની બાજુમાં આવેલા ઉકરડામાં તાજુ કે કાચું જન્મેલ નવજાત બાળક જીવિત અથવા મૃત હાલતમાં ત્યજી દેવામાં આવ્યું હોય તે રીતે મળી આવ્યું હતું જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ મેરૂપર ગામે રહેતા રાજુભાઈ વશરામભાઈ ખેર (50) નામના આધેડની ફરિયાદ લઈને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા માતા-પિતા સામે ગુનો નોંધીને નવજાત બાળકને ત્યજી દેનાર માતા-પિતાને પકડવા માટે પોલીસ દ્વારા તજવી હાથ ધરવામાં આવી છે




Latest News