મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ડે-ક્રિકેટ ટુર્નામેન્ટમાં વાંકાનેર વરીયર્સ ફાઇનલ મેચ વિનર બન્યુ


SHARE











મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ડે-ક્રિકેટ ટુર્નામેન્ટમાં વાંકાનેર વરીયર્સ ફાઇનલ મેચ વિનર બન્યુ

મોરબી જિલ્લાના શિક્ષકોમાં રહેલી એકતા, સહકાર અને ખેલદિલીની ભાવના ઉજાગર કરવાના શુભ આશયથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેનો ઉદ્દઘાટન મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હંસાબેન જે.પારેધી (પ્રમુખ જિલ્લા પંચાયત મોરબી), ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર (ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ) તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના હસ્તે કરવામાં આવ્યો હતો.અતિથી વિશેષ તરીકે કિરણબેન જયેશભાઈ રાઠોડ (ઉપપ્રમુખ મોરબી તાલુકો પંચાયત), સુખાભાઈ ડાંગર (નવા નાગડાવાસ), સુરેશભાઈ ડાંગર (ઓનર મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ), વિરમભાઈ દેસાઈ (ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ), ઘનશ્યામભાઈ દેથરીયા (પૂર્વ પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક), મણિલાલ સરડવા (પૂર્વ પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક) તથા તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, તમામ કેળવણી નિરીક્ષક અને તમામ બે.આર.સી. કો.ઓર્ડિનેટર ઉપસ્થિત રહ્યા હતા.

આ ડે-ક્રિકેટ ટુર્નામેન્ટમાં બેંગબેંગ ઇલેવન ટંકારા, વાંકાનેર વરીયર્સ, સુપર ઇલેવન મોરબી, માસ્તર ઇલેવન માળીયા, બ્લેક બર્ડ ઇલેવન મોરબી અને હળવદ હરિકેન્સ એમ કુલ-૬ ટીમોએ ભાગ લીધો હતો.જેની ફાઇનલમાં મેચ માસ્તર ઇલેવન અને વાંકાનેર વરીયર્સ ટીમ વચ્ચે યોજાયેલ.તેમાં વાંકાનેર વરીયર્સ ફાઇનલ મેચ વિનર બન્યુ હતુ.આ ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાપન કાર્યક્રમ પણ યોજવામાં આવેલ.જેમાં મુખ્ય મહેમાન તરીકે વિરમભાઈ દેસાઈ, મહેશભાઈ બી.ગાંભવા (નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી) તેમજ ચાવડા ધનજીભાઈ (તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હળવદ) ઉપસ્થિત રહ્યા હતા.જેમાં આ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરેલ ખેલાડીઓને તેમજ રનર્સ અપ ટીમને અને વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરવામાં આવેલ અને તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી.

આ તકે નવરચિત મોરબી જિલ્લો થતા તે સમયે જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં વહીવટી કામગીરીની વ્યવસ્થિત રીતે શરૂઆત કરી તેને ગૌરવપૂર્ણ રીતે નિભાવનાર અને આગળ ધપાવનાર આપણા શિક્ષક મિત્રોને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવેલ તેમજ મોરબી જિલ્લા પંચાયતની ટીમ ૩૩ મી સ્વ.બળવંતરાય મહેતા સીઝન બોલ ટુર્નામેન્ટ જામનગર-૨૦૨૬ ખાતે રાજ્યની ૩૩ ટીમોએ ભાગ લીધેલ. તેમાંથી સેમી ફાઈનલ સુધી પહોંચી અને ત્રીજા નંબર ઉપર આવીને મોરબી જિલ્લાનું ગૌરવ વધારે તે બદલ દરેક ખેલાડીને સન્માનપત્ર અર્પણ કરવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમના કેપ્ટન લલીતભાઈ ગોહેલ, પ્રશાંતભાઈ દલસાણીયા, મયંકભાઇ મેરજા, સાગરભાઇ વરસડા, તુષારભાઇ બોપલિયા, કોમેન્ટર તરીકે પ્રદીપભાઈ કુવાડીયા તથા કરશનભાઈ ખીમાણીયા તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તથા તાલુકા ઘટક સંઘના તમામ મહામંત્રીઓ અને પ્રમુખ દ્વારા જહેમત ઉઠાવેલ.તેમ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી પ્રફુલભાઇ નાયકપરા તેમજ પ્રમુખ દિનેશભાઈ આર. હુંબલે યાદીમાં જણાવેલ છે.






Latest News