ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતનું 2.61 કરોડની પુરાંત વાળું 776.97 કરોડનું બજેટ મંજૂર


SHARE













મોરબી જિલ્લા પંચાયતનું 2.61 કરોડની પુરાંત વાળું 776.97 કરોડનું બજેટ મંજૂર

મોરબી જિલ્લા પંચાયતનું વર્ષ 2026-27 નું નાણાકીય બજેટ મંગળવારે જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભાની બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું અને 2.61 કરોડ ની પુરાતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે તેમજ આ બેઠકની અંદર મોરબી જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સ્મશાનમાં મુકવા માટે 262 ખાટલા ખરીદીની પ્રક્રિયાનો નિર્ણય કરવામાં આવ્યો છે તથા ભૂગર્ભ ગટરની સફાઈ માટે 43 લાખ રૂપિયાના ખર્ચે જેટિંગ મશીન વસાવવામાં આવ્યું છે તેવી માહિતી પદાધિકારી દ્વારા આપવામાં આવી હતી.

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ હંસાબેન પારઘીના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં ડીડીઓ સહિતના અધિકારીઓ તથા મોરબી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા 24 પૈકીના પ્રમુખ સહિતના 16 સભ્યો હાજર રહ્યા હતા અને આ બેઠકની અંદર મોરબી જિલ્લા પંચાયતનું નાણાકીય વર્ષનું 776.97 કરોડનું 2.61 કરોડની પુરાત વાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેને મંજૂર કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આ સામાન્ય સભાની બેઠકમાં પ્રશ્નોત્તરી રાખવામાં આવી હતી પરંતુ મોરબી જિલ્લા પંચાયતના એક પણ સભ્ય તરફથી કોઈ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા ન હતા કે કોઈ પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યા ન હતા. જોકે વર્ષ 2026-27 માટેનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં અંદાજપત્ર કુલ 776.97 કરોડનું બનાવવામાં આવ્યું છે અને ખુલતી સિલક 7.66 કરોડ દર્શાવવામાં આવી છે.

આગામી વર્ષના નાણાકીય બજેટ ની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે તેમાં સામાન્ય વહીવટ ક્ષેત્રે 1.67 કરોડ, પંચાયત અને વિકાસ ક્ષેત્રે 10.32 કરોડ, શિક્ષણ ક્ષેત્રે 2.63 કરોડ, આરોગ્ય ક્ષેત્રે 42.71 લાખ, આઈસીડીએસ માટે 10 લાખ, ખેતીવાડી માટે 15.10 લાખ, પશુપાલન માટે 6.30 લાખ, સમાજ કલ્યાણ માટે 1.20 કરોડ, કુદરતી આફત માટે 76 લાખ, બાંધકામ ક્ષેત્રે 3.91 કરોડ, સિંચાઈ ક્ષેત્રે 54.50 લાખ અને પ્રકીર્ણ યોજનાઓ અને કાર્યો માટે 1.3 કરોડ ની જોગવાઈ કરવામાં આવેલ છે.

વધુમાં માહિતી આપતા મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં દરેક ગામડાની અંદર સ્મશાન ગૃહમાં ખાટલાની જરૂરિયાતને ધ્યાન રાખીને બજારભાવ કઢાવવામાં આવ્યો હતો અને 55 હજારનો પ્રતિ ખાટલાનો ખર્ચ આવતો હતો જોકે એક સંસ્થા અને સેવા ભાવીઓના પ્રયાસના કારણે એક ખાટલો માત્ર 1000 ના ભાવથી મળશે આમ જિલ્લામાં 262 સ્મશાન ગૃહની અંદર ખાટલાની ખરીદી કરવાની કે પ્રક્રિયા કરવામાં આવી છે આટલું નહીં પરંતુ જિલ્લામાં ભૂગર્ઘટનની વ્યવસ્થા મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં થઈ ગઈ છે ત્યારે ભૂગર્ભની સફાઈ માટે 43 લાખના ખર્ચે જેટિંગ મશીન પણ જિલ્લા પંચાયત દ્વારા વસાવવામાં આવ્યું છે. જેથી ભૂગર્ભ ગટરના પ્રશ્નો પણ લોકોના ઉકેલાઈ જશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.






Latest News