મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે ઘરમાં જુગારની રેડ પકડતા નાસભાગ: 3 પકડાયા-7 ફરાર


SHARE











માળીયા (મી)ના સરવડ ગામે ઘરમાં જુગારની રેડ પકડતા નાસભાગ: 3 પકડાયા-7 ફરાર

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામમાં રહેણાંક મકાનમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખસોમાં નાસ ભાગ મચી ગયેલ હતી જો કે, પોલીસે સ્થળ ઉપરથી ત્રણ શખ્સોની 10,020 રૂપિયાની કિંમતની રોકડ સાથે ધરપકડ કરેલ છે અને નાસી છૂટેલા 7 શખ્સોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સરવડ ગામે રહેતા ગોવિંદભાઈ મુછડીયાના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખસોમાં નાસભાગ મચી ગઈ હતી જોકે, પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી ગોવિંદભાઈ ભનાભાઇ મુછડીયા (58) તથા દાઉદભાઈ અસ્માલભાઇ કુકડ (53) અને અરવિંદ ઉર્ફે કારૂ નાનજીભાઈ સરડવા (52) રહે. બધા સરવડ વાળા ઝડપાઈ ગયા હતા અને તેની પાસેથી 10,020 રૂપિયાની રોકડ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી હતી જોકે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પુનિતભાઈ પ્રભુભાઈ સરડવા, ધનજીભાઈ દેવજીભાઈ સરડવા, કનુભાઈ હરિભાઈ મુછડીયા, કાળુભાઈ ભગાભાઈ મુછડીયા, અશોકભાઈ રતિભાઈ મોરડીયા, સુલતાનભાઇ સુમારભાઇ જેડા અને સુખદેવભાઈ ગજુભાઈ પરમાર નાસી છૂટેલ હોય માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ 10 શખ્સોની સામે જુગારનો ગુનો નોંધવામાં આવ્યો છે અને બાકીના સાત આરોપીઓને પકડવા માટેની તજવી ચાલી રહી છે.






Latest News