મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં જતિન આડેસરાના હત્યા કરાઇ તે સ્થળ સુધી આજે સોની સમાજની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઇ: આરોપીઓને આકરી સજાની માંગ


SHARE







મોરબીમાં જતિન આડેસરાના હત્યા કરાઇ તે સ્થળ સુધી આજે સોની સમાજની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઇ: આરોપીઓને આકરી સજાની માંગ

મોરબીમાં જતીન આડેસરા નામના સોની વેપારીની હત્યા કરવામાં આવી હતી તે યુવાનનું આજે બેસણું રાખવામા આવ્યું હતું અને જે વાડીમાં બેસણું રાખવામાં આવ્યું હતું ત્યાંથી લઈને જે જગ્યા ઉપર યુવાની હત્યા કરવામાં આવી હતી ત્યાં સુધીની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ આ ગુનામાં પકડાયેલા આરોપીઓને આકરી સજા થાય ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને મૃતક જતીન આડેસરાના પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગણી સોની સમાજના લોકો દ્વારા કરવામાં આવી છે

મોરબીમાં કાર લઈને જતિન આડેસરા (36) નામનો યુવાન તેના પરિવારજનોની સાથે ગુરુવારે રાતે ઘરે જઇ રહ્યો હતો ત્યારે સ્કૂટરનો ઓવરટેક કરવા જેવી વાતમાં તેને છરીના ત્રણ ઘા માર્યા હતા જેથી કરીને તે યુવાનનું સારવારમાં મોત નીપજયું હતું અને આ મૃતક યુવાનની આત્માની શાંતિ અર્થે આજે તેઓના પરિવારજનો દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર આવલે સત્યમ પાન વાળી શેરીમાં આવલે સિદ્ધિ વિનાયક વાડીએ બેસણું રાખવામાં આવ્યું હતું તેમાં રાજકીય પક્ષના આગેવાનો તેમજ મોરબીના નગરજનો સહિતના લોકો આવ્યા હતા અને જતીન આડેસરાની આત્માને શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી હતી

ત્યાર બાદ સિદ્ધિવિનાયક વાડીથી લઈને મોરબીના સનાળા રોડ ઉપર રંગોલી આઈસ્ક્રીમની સામે જે જગ્યા ઉપર જતિન આડેસરાને છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી ત્યાં સુધીની એક મૌન કેન્ડલ માર્ચ રેલી યોજાઇ હતી જેમાં તમામ લોકો જોડાયા હતા અને ખાસ કરીને જતીન આડેસરાની હત્યાના ગુનામાં સંડોવાયેલા જે કોઈ આરોપી છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને જતીન આડેસરા અને તેના પરિવારને વહેલામાં વહેલી તકે ન્યાય મળે તેવી કામગીરી કરવામાં આવે તેવી સોની સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.




Latest News