મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા


SHARE







મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા

કેન્દ્ર સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 ને સફળ બનાવવાના આયોજનના ભાગરૂપે મોરબી જિલ્લા ટી.બી. અધિકારી ડો. ધનસુખ અજાણા સાહેબના માર્ગદર્શન સૂચના તેમજ પ્રા.આ.કે. લાલપર ના એમ.ઓ. ડો. રાધિકા વડાવિયા સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ ના માર્ગદર્શન હેઠળ  મોરબી તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ગામે ડિઝીટલ એકસરે દ્વારા સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવ્યું છે.

સ્ક્રીનીંગનો મુખ્ય ઉદેશ્ય જેને આમ લોકો કરતા ટીબી થવાની શક્યતાઓ વધારે છે એવા ટીબી માટે સંવેદનશીલ ગૃપ જેવા કે 60થી મોટી ઉંમરના લોકો, ડાયાબિટીસના દર્દીઓ,જુના ટીબીના દર્દીઓ, ફેફસાના ટીબીના દર્દીના ઘરના સભ્યો, જે લોકો લાંબા સમયથી ધૂમ્રપાન કરે છે, આલ્કોહોલ લેતા હોઈ, જેનો બોડી માસ્ક ઇન્ડેક્સ 18.5 કરતા ઓછો હોઈ આવા અતિ સંવેદનશીલ ગ્રુપના લોકોને એકત્ર કરી આયુષ્યમાન આરોગ્ય મંદિર મહીકા ખાતે છાતીના ડિઝીટલ એકસરે વિનામુલ્યે પાડવામાં આવ્યા હતા.આ કેમ્પમાં લાભાર્થીઓને ઘર આંગણે હેન્ડ હેલ્ડ(MMU) પોર્ટેબલ મશીન દ્વારા સુપરવાઈઝર દીપકભાઇ પટેલ દ્વારા વિનામુલ્યે ટીબી માટે જોખમ ધરાવતા લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.આ તકે કુલ ૧૫૭ લાભાર્થીઓના એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા હતા તેમજ સમગ્ર એક્સ રે સ્ક્રીનિંગ ને સફળ બનાવવા આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી  આરોગ્ય કર્મચારી દિલીપ દલસાણીયા, ખુશ્બુબેન પટેલ તેમજ તમામ આશા વર્કર બહેનો એ જહેમત ઉઠાવી હતી.






Latest News