હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા


SHARE











બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા

ખેડૂતો યુવાને અને મહિલાઓને આકૃષિત કરતું ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું બજેટ નાણાંમંત્રી કનુભાઈ દેસાઇએ રજૂ કર્યું હતું.જેને કચ્છનાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ આવકરતા જણાવ્યું હતું કે, ૪.૦૮૦૫૩ લાખ કરોડનું ગુજરાતનાZ સર્વાંગી વિકાસ દર્શાવતું બજેટ આરોગ્ય, શિક્ષણ, ધર્મ સ્થળોના વિકાસ, આદિજાતિ, ઉર્જા, દરેક ક્ષેત્રને આવકારતું પ્રજાહિત લક્ષી બજેટ છે.રાજ્યમાં વધી રહેલું આંતર માળખાકીય રોકાણ અને સામાજીક કલ્યાણની યોજનાઓને બજેટમાં સમાવેશ કરેલ છે.

પંચાયત અને ગ્રામ વિકાસ માટે, જળ સંપતિ વિભાગ, વાહન વ્યવહાર અને બંદર વિભાગ માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના માટે, દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં સુકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઈપ લાઇન યોજના માટે રૂ. ૧૨૩૭ કરોડ, સૌની યોજના માટે રૂ.૪૭૩ કરોડ તથા કચ્છની યોજના માટે રૂ.૧૩૩૩ કરોડ એમ કુલ રૂ.૩૦૪૩ કરોડની જોગવાઈ સૂચવેલ છે. ૨૦૨૬ ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવાશે.તે ઉપરાંત વલસાડ, ડાંગ નર્મદા, છોટાઉદેપુર અને કચ્છ જીલ્લાના ૧૦ સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે ૨૮ કરોડ, ૭૫ લાખ NFSA કાર્ડધારકોને અન્ન સુરક્ષાની સાથો સાથ પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાહત દરે કઠોળનાં વિતરણ માટે રૂ.૮૪૨ કરોડ, લોથલ ખાતે બેઝીક ફેસીલીટી વિકસાવવા અર્થે ડેવલપમેન્ટ ઓફ ટ્રંક ફેસીલીટી ફોર પીપીપી પાર્સલ એટ લોથલ જોગવાઈ, કામધેનું યુનીવર્સીટી હેઠળ ભુજ-કચ્છ અને હિમંતનગર ખાતેની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયનાં સુદ્રઢીકરણ માટે રૂ.૧૮ કરોડ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે.






Latest News