મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ મોરબીમાં નેશનલ હાઇવે રોડ ઉપરથી લટકતો જોખમી દરવાજો લઈને પસાર થતા ડમ્પરનો વિડીયો થયો વાયરલ ટ્રાફિક શાખાની લાલ આંખ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા 20 ડમ્પરો એક જ દિવસમાં ડિટેન રામ રાખે તેને કોણ ચાખે: મોરબીથી અંબાજીના દર્શને જતાં સંઘમાં સાથે જોડાયેલ કિન્નર સિમરન મસીએ વૃદ્ધને આપ્યું જીવતદાન વાંકાનેરથી મોરબી આવતી ડેમુ ટ્રેન મકનસર રેલ્વે સ્ટેશને બંધ થઈ જતાં મુસાફરો રજડી પડ્યા મોરબીમાં મોડીફાઇડ સાઇલેન્સર વાળા 15 વાહન પોલીસે કર્યા ડીટેઇન માળીયા (મી)માં છોકરાને ઠપકો આપવા બાબતે બે મહિલા સાહિત 4 લોકો ઉપર ધોકા, પાઇપ અને ધારિયા વડે હુમલો: 2 મહિલા સહિત 9 સામે ફરિયાદ મોરબીમાં ડોર ટુ ડોર કચરા કનેક્શનના કામમાં બાળ મજૂરી, એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી શહેર સ્વછ રહે તે માટે કલસટર-5 માં કમિશનરની વિઝિટ


SHARE







































મોરબી શહેર સ્વછ રહે તે માટે કલસટર-5 માં કમિશનરની વિઝિટ

મોરબી મહાનગરપાલિકામાં સ્વછતાનું ધોરણ જળવાઈ રહે તે માટે સમયાંતરે કમિશનર સ્વપનિલ ખરે (IAS)  દ્વારા જુદા જુદા ક્લસ્ટરની વિઝિટ કરવામાં આવે છે, જે અંતર્ગત કાલસ્ટર-5 માં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કર્મચારીઓ સાથે વિઝિટ કરી હતી અને શહેરની યોગ્ય સફાઇ થાય તે  વિષયક સૂચના આપી હતી.  

મોરબી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનજમેન્ટ શાખા દ્વારા કલ્સટર-5 ના જુદા જુદા વિસ્તારોની કમિશનર સ્વપનિલ ખરે (IAS) એ સાઇટ વિઝિટ કરી હતી, કાલસ્ટર -5 ના  વિસ્તારની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં જીવરાજ પાર્ક, ચક્કરરોડ, સાઈનાથ એપાર્ટમેન્ટ સહિતના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના પોઈન્ટનું નિરીક્ષણ કરી શહેરમાં સ્વછતાનું ધોરણ જળવાઈ રહે તે માટે  સૂચનો કર્યા હતા,  આ સમગ્ર વિસ્તાર માં કામ કરતાં સફાઇ કામદારોની કમિશનર દ્વારા સાઇટ વિઝિટ કરી આ વિસ્તારમાં સફાઇ કામગીરી નિયમિત સુ-વ્યવસ્થિત રીતે થાય તેનું માર્ગદર્શન આપ્યું હતું,  આ તમામ વિસ્તારમાં  ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના પોઈન્ટ પર નિયમિત ગાર્બેજ કલેક્સન કરવા અને યોગ્ય નિકાલ કરવાની સૂચના કમિશનર સ્વપનિલ ખરે (IAS)એ આપી હતી, તેમજ આવિસ્તારમાં આવેલા GVP પોઈન્ટ રામેશ્વર મંદિર પાસે, યુ.એન.કોલેજ(નજરબાગ)  અને રેલવેના પાટા પાસે નિરીક્ષણ કરી યોગ્ય ગાર્બેજ ને એકત્ર કરી યોગ્ય રીતે નિકાલ કરવા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કર્મચારી- સફાઇ કામદારને સૂચના આપી હતી,
















Latest News