મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમમાં માછીમારી કરવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE







મોરબીના મચ્છુ-૨ ડેમમાં માછીમારી કરવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમમાં માછીમારી કરતા સમયે પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગરની બાજુમાં આવેલ ઇન્દિરાનગરમાં રહેતા મુન્નાભાઈ કાથળભાઇ પરમાર (ઉંમર ૩૫) મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમના પાણીમાં માછીમારી કરવા માટે ગયા હતા ત્યારે કોઈ કારણોસર મચ્છુ-૨ ડેમના પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હતું જેથી કરીને મચ્છુ ડેમમાંથી તેની લાશને બહાર કાઢીને લાશને પી.એમ. માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની જાણ થતાં મૃતકના ભાઈ અશોકભાઈ કાથળભાઇ પરમાર દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે અકસ્માત મૃત્યુ આ બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News