મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીનાં રંગપર પાસે કારખાનામાં રીવર્સમા આવતા ટ્રકે સિક્યોરીટી ગાર્ડને હડફેટે લેતા ગુપ્ત ભાગ-શરીરે ઇજા


SHARE







મોરબીનાં રંગપર પાસે કારખાનામાં રીવર્સમા આવતા ટ્રકે સિક્યોરીટી ગાર્ડને હડફેટે લેતા ગુપ્ત ભાગ-શરીરે ઇજા

મોરબી તાલુકાનાં રંગપર પાસે આવેલ કોયો સિરામિકમાં ટ્રક ચાલકે બેદરકારીથી ફુલ ટર્ન મારી ટ્રકને રીવર્સમા લેતા સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાનને હડફેટે લીધો હતો જેથી કરીને તે યુવાનને પગના સાથળમા ફ્રેક્ચર, ગુપ્ત ભાગે તથા ડાબા હાથમા કાંડાના ભાગે ઇજા થઈ હતી અને ટ્રક ચાલકે ખર્ચ આપવાની વાત કરી હતી જો કે, સારવારમાં ખર્ચ વધી જતાં ટ્રક ચાલકે રૂપિયા આપવાની ના કહી છે જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ યુપીના તિલકનગર તાલુકાનાં ભીંન્ગા ગામના રહેવાસી અને હાલમાં રંગપર પાસે આવેલ કોયો સિરામિકમાં રહેતા અને સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કૃષ્ણકુમાર સમયદીન રાવત જાતે ક્ષત્રિય (ઉ.૩૮)એ ટ્રક કન્ટેનર નં જી જે ૧૨ બીએક્સ ૦૪૫૧ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૨૧/૭/૨૦૨૧ ના બપોરના અઢી વાગ્યાના અરસામાં કોયો સિરમિકના પાર્કીંગ ગ્રાઉન્ડમા હતા ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક કન્ટેનર નં. જીજે ૧૨ બીએક્સ ૦૪૫૧ વાળો પુર ઝડપે અને ગફલત ભરી રીતે પાછળ જોયા વગર બેદરકારીથી ફુલ ટર્ન મારી ટ્રકને રીવર્સમા આવવા દીધો હતો અને ફરીયાદીને ક્લીનર સાઇડના પાછળના વ્હીલમા હડફેટે લઇ એક્સીડન્ટ કર્યું હતું જેમાં ફરીયાદીને જમણા પગના સાથળમા ફ્રેક્ચર, ગુપ્ત ભાગે તથા ડાબા હાથમા કાંડાના ભાગે ઇજા કરી હતી અને પોતાના હવાલાવાળો ટ્રક મુકી નાશી ગયો હતો જો કેટ્રક વાળાએ જે તે વખતે ખર્ચો આપવાની વાત ભોગ બનેલા યુવાનને કરેલ હતી માટે ત્યારે ફરીયાદ કરેલ ન હતી અને ખર્ચો વધુ થઇ જતા ટ્રક ચાલકે ખર્ચો આપવાની ના પાડેલ છે જેથી યુવાને ફરીયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯૩૩૭૩૩૮ તથા એમ વી એકટ કલમ-૧૭૭૧૮૪૧૩૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 






Latest News