મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા


SHARE







મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સંયુક્ત ઉપક્રમે અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોરબીના સંચાલન હેઠળ મોરબી મોરબીની વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે ‘રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યના ૧૦૦૦ જેટલા બાળ પ્રતિભાશાળી કલાકારોએ વિવિધ સ્પર્ધાઓમાં પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું.

મોરબીના યજમાનપદે યોજાયેલી આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લાના બાળ કલાકારોએ પણ પોતાની અદભૂત કલા સાધના થકી મેદાન માર્યું છે. મોરબી જિલ્લાએ વિવિધ કેટેગરીમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરતા કુલ ૯ ઇનામો પોતાના નામે કર્યા છે. જેમાં 'અ' વિભાગમાં વક્તૃત્વ સ્પર્ધામાં દ્વિતીય, એકપાત્રીય અભિનયમાં તૃતીય, લગ્નગીતમાં તૃતીય, લોકવાદ્ય સંગીતમાં દ્વિતીય અને સર્જનાત્મક કારીગરીમાં દ્વિતીય ક્રમાંક મેળવી જિલ્લાની બહુમુખી પ્રતિભાનો પરિચય આપ્યો છે. 'બ' વિભાગમાં પણ કલાકારોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા લોકવાદ્ય સંગીતમાં પ્રથમ અને લગ્નગીતમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉપરાંત, 'ખુલ્લો વિભાગ' માં પણ મોરબીના કલાકારોએ ભજનમાં દ્વિતીય અને લોકનૃત્યમાં તૃતીય ક્રમાંક મેળવી રાજ્યસ્તરે મોરબીની સાંસ્કૃતિક ધરોહરને ગૌરવવંતું સ્થાન અપાવ્યું છે.

આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રદેશ કક્ષાએ પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી વિજેતા થયેલા બાળ સ્પર્ધકો પોતાના જિલ્લા અને પ્રદેશનું ગૌરવવંતુ પ્રતિનિધિત્વ કરી પ્રતિભાના ઓજસ પાથર્યા હતા. વક્તૃત્વ સ્પર્ધા, સમૂહગીત, લોકગીત, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા અને દુહા-છંદ જેવી કુલ ૧૩ વિવિધ સ્પર્ધાઓમાં બાળકોએ કલા-કૌશલ્ય દાખવ્યું હતું. બાળકોમાં છુપાયેલી પ્રતિભાઓને શોધી તેમને ઉચિત પ્લેટફોર્મ પૂરું પાડવાનો હેતુ સાથે સરકાર દ્વારા રાજ્ય કક્ષાની આ સ્પર્ધાના વિજેતાઓને પોતાની વિશિષ્ટ પ્રતિભાના પ્રદર્શન માટે વિવિધ માધ્યમો થકી ભવિષ્યમાં વધુ બહોળું પ્લેટફોર્મ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ તથા સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News