મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સુલતાનપુર ગામે જુગારની રેડ પડતા નાસભાગ: ત્રણની ધરપકડ, પાંચ ફરાર


SHARE







માળીયા (મી)ના સુલતાનપુર ગામે જુગારની રેડ પડતા નાસભાગ: ત્રણની ધરપકડ, પાંચ ફરાર

માળીયા (મી) તાલુકાના સુલતાનપુર ગામની સીમમાં તળાવના કાંઠે જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશ ભાગ મચી જવા પામી હતી જોકે, સ્થળ ઉપરથી પોલીસે ત્રણ શખ્સોની 12,500 ની રોકડ સાથે ધરપકડ કરેલ છે અને નાસી છૂટેલા પાંચ સહિત કુલ 8 ની સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

માળીયા (મી) તાલુકાના સુલતાનપુર ગામની સીમમાં તળાવના કાંઠે જાહેરમાં જુગાર રમતા હોવાની માળિયા તાલુકા પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખ્સોમાં નાશ ભાગ બ
મચી ગઈ હતી જો કે પોલીસે સ્થળ ઉપરથી સિકંદરભાઈ જાનમહમદ ભાઈ જેડા રહે. માળીયા, નગીનભાઈ છગનભાઈ કૈલા રહે. ખાખરેચી તથા હકીમભાઈ રસુલભાઈ ભટ્ટી રહે. કાજરડા વાળાની 12,500 ની રોકડ સાથે ધરપકડ કરેલ છે અને નાસી છૂટેલા શખ્સોમાં જીગાભાઈ હરેશભાઈ સનુરા, મિલન અમથુભાઈ કુરિયા અને હકાભાઇ ગોરધનભાઈ સીતાપરા રહે. ત્રણેય જુના સુલતાનપુર તથા વિષ્ણુભાઈ જસાભાઈ ગડેશીયા રહે. ચીખલી અને બીજા અજાણ્યા શખ્સોનો સમાવેશ થાય છે જે તમામની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News