મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ચાર વર્ષ પહેલા કરેલ પ્રેમ લગ્નનો ખાર રાખીને યુવાન ઉપર હુમલો


SHARE







મોરબીમાં ચાર વર્ષ પહેલા કરેલ પ્રેમ લગ્નનો ખાર રાખીને યુવાન ઉપર હુમલો

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો યુવાન ત્યાં આવેલી દરગાહ નજીકથી જઈ રહ્યો હતો ત્યારે યુવાનને આંતરીને બે ઇસમો દ્વારા તેની સાથે ઝઘડો કરીને તેને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો.જેથી યુવાનને સારવારમાં ખસેડાયો છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસ પરા શેરી નંબર-૩ માં રહેતો જીતેન્દ્ર જયંતીભાઈ રાઠોડ નામનો ૨૪ વર્ષીય યુવાન અલીશાપીરની દરગાહ પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં તેને આંતરીને અજય શિવા સારેસા રહે.વીસીપરા અને રાજકોટના રહેવાસી દિપક ઉર્ફે કુચો નાથા પારગી નામના બે ઇસમોએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી જરી ઢીકાપાટુ વડે માર માર્યો હતો.જેથી સારવાર લીધા બાદ જીતેન્દ્ર રાઠોડે અજય સારેસા અને દીપક પારગી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, પોતે સામાવાળાની કૌટુંબિક બહેન સાથે ચારેક વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા તે જૂની વાતનું મનદુ:ખ રાખીને ઉપરોકત બંનેએ એકસંપ કરીને હુમલો કર્યો હતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો.હાલ બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ વી.ડી.મેતાએ આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના બેલા(રંગપર) ગામ પાસે આવેલ ખાખરા બેલા હનુમાનધામ મંદિર નજીક ડમ્પર ખાલી કરતા સમયે ડમ્પર પલ્ટી મારી જતા હરેશભાઈ મંદલોઇ રહે.અમૌરા સીરામીક સરતાનપર રોડ વાંકાનેર હાઇવે મોરબી-૨ ને ઇજાઓ થતા સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.જેથી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારીયાએ તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના વિશીપરા પાસેના રોહીદાસપરા વિસ્તારમાં રહેતો દિનેશ ગોવિંદભાઈ શુકલ નામનો ૪૭ વર્ષીય યુવાન નવલખી હાઇવે ઉપર ત્રિમંદિર પાસેથી એકટીવા લઇને જતો હતો તે દરમિયાનમાં એકટીવા સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત દિનેશભાઇ શુકલને પણ સારવાર માટે મધુરમ હોસ્પિટલે ખસેડાયો હતો.

છરી સાથે પકડાયો

સુરેન્દ્રનગરની ફિરદોસ સોસાયટીમાં રહેતો સાહીલ દિલાવર દિવાન નામનો ૩૨ વર્ષીય યુવાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી પસાર થતો હતો તે દરમિયાનમાં પોલીસ સ્ટાફે તેને અટકાવીને તેની અંગ જડતી લેતાં તેની પાસેથી છરી મળી આવતાં તેના વિરુદ્ધ હથીયારધારાના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.




Latest News