મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર 55 કરોડના ખર્ચે નવો પુલ બનશે: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી


SHARE







વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર 55 કરોડના ખર્ચે નવો પુલ બનશે: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

વાંકાનેરના બાયપાસ રોડ ઉપર આવેલ મચ્છુ નદી ઉપર નવો પુલ મંજૂર કરવામાં આવેલ છે અને અંદાજે 55 કરોડના ખર્ચે મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને હયાત પુલની બાજુમાં નવો પુલ બનાવવામાં આવશે.

વાંકાનેરના પંચાસર બાયપાસ રોડ ઉપર મચ્છુ નદી આવે છે અને ત્યાં હાલમાં એક પુલ છે તે જર્જરિત થઈ ગયો હતો ત્યાર બાદ તેને રીપેરીંગ કરીને ચાલુ કર્યો છે જો કે, હાલના હયાત પુલની બાજુમાં નવો પુલ બનાવવા માટે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને તેને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવા ફૂલને મંજૂરી આપવામાં આવેલ છે જેથી હયાત પુલની બાજુમાં ટુ લેન વિથ ફુટપાથ સાથેનો નવો પુલ 55 કરોડનાં ખર્ચે બનાવવામાં આવશે. તેવી માહિતી વાંકાનેરના ધારાસભ્ય પાસેથી જાણવા મળેલ છે.






Latest News