મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના કૈલાસનગરમાં મંજૂરી વગર ચાલતા 11 મકાનનું બાંધકામોને સીલ કરતી મહાપાલિકા


SHARE











મોરબીના કૈલાસનગરમાં મંજૂરી વગર ચાલતા 11 મકાનનું બાંધકામોને સીલ કરતી મહાપાલિકા

મોરબી શહેરી વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવતા હોય ત્યાં મહાપાલિકાની ટીમ દ્વારા હવે સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે દરમિયાન મોરબીના કૈલાસનગર વિસ્તારની અંદર રહેણાંક મકાન માટેના મંજૂરી વગરના ગેરકાયદે બાંધકામો કરવામાં આવી રહ્યા હતા જેથી  મહાપાલીકાની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈને ગેરકાયદે બાંધકામોને સીલ કરવામાં આવ્યા છે અને શહેરના કોઈપણ વિસ્તારમાં મંજૂરી વગર બાંધકામો કરવામાં આવતા હશે તો આ જ પ્રકારે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવુ અધિકારીએ જણાવેલ છે.

મોરબી મહાપાલિકાની ટીમ દ્વારા થોડા દિવસો અગાઉ નાની કેનાલ રોડ ઉપર એપાર્ટમેન્ટનું બાંધકામ મંજૂરી વગર ગેરકાયદે કરવામાં આવતું હોવાના કારણે ત્યાં નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ તે બાંધકામ ચાલુ રાખવામાં આવતા મહાપાલિકાની ટીમે સ્થળ ઉપર જઈને બાંધકામને સીલ મારેલ છે આવી જ રીતે મોરબીના રણછોડ નગર વિસ્તારની અંદર અમરેલી નજીક કૈલાસનગર વિસ્તારમાં મંજૂરી વગર 11 રહેણાંક મકાન માટેનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું અને ત્યાં અગાઉ નોટિસ આપવામાં આવી હતી છતાં બાંધકામ કરવામાં આવી રહ્યું હતું જેથી કરીને મહાપાલીકાની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈને ગેરકાયદેસર બાંધકામ રોકવા માટે થઈને મંજૂરી વગર ચાલી રહેલા બાંધકામની સાઈટ ઉપર સીલ મારી દેવામાં આવ્યું છે વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે મંજૂરી વગર કે નિયમ વિરોધનુ કોઈ પણ પ્રકારનું બાંધકામ કરનાર સામે હવે મહાપાલિકાની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગેરકાયદેસર બાંધકામ કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં જેથી શહેરીજનો દ્વારા બાંધકામ કરતાં પૂર્વે મહાપાલિકાની જરૂરી મંજૂરી મેળવી લીધા બાદ વિકાસ કામ શરૂ કરવામાં આવે તે જરૂરી છે નહીં તો નોટીસ અને મિલકત સીલ કરવા સુધીના પગલા મહાપાલિકા દ્વારા લેવામાં આવશે.






Latest News