મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ પાસે નર્મદાની કેનાલમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો


SHARE







મોરબીના નીચી માંડલ પાસે નર્મદાની કેનાલમાંથી અજાણ્યા યુવાનો મૃતદેહ મળ્યો

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ અજાણ્યા યુવાનો મૃતદેપડ્યો હોવાની ગામના સરપંચ દ્વારા મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને કેનાલમાંથી મૃતક યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નીચી માંડલ ગામના સરપંચ પ્રદીપભાઈ કુંડારિયા દ્વારા મહાપાલીકાના ફાયર વિભાગ ખાતે જાણ કરવામાં આવી હતી કે નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો છે જેથી ફાયરની ટીમ તાત્કાલિકની ઘટના સાથે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ડેડબોડીને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તાલુકા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.






Latest News