મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત કરાયું: ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત


SHARE







મોરબી જિલ્લાના પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત કરાયું: ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

ગુજરાત સરકાર દ્વારા પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓના કલ્યાણ માટે એક વિશેષ વેબ પોર્ટલ www.esm.gujarat.gov.in કાર્યરત કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં વસવાટ કરતા તમામ પૂર્વ સૈનિકો તથા તેમના આશ્રિતોએ આ વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું હવે ફરજિયાત છે.


અગાઉ આઈકાર્ડ મેળવવા, ડિપેન્ડન્ટ કાર્ડ, એન.ઓ.સી., દીકરી લગ્ન સહાય કે આર્થિક સહાય જેવી સેવાઓ માટે સૈનિક બોર્ડમાં રૂબરૂ જઈને મેન્યુઅલ ફોર્મ ભરવા પડતા હતા. પરંતુ હવે આ તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન કરી દેવામાં આવી છે. જો રજીસ્ટ્રેશન થયેલું હશે તો જ આગામી સમયમાં ઓનલાઈન અરજી કરી શકાશે, અન્યથા સરકારી સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે જેથી આ રજીસ્ટ્રેશન ફરજિયાત છે. આ રજીસ્ટ્રેશન ઘરે બેઠા મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા કરી શકાય છે. વધુ માર્ગદર્શન માટે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી, રાજકોટના ફોન નંબર ૦૨૮૧-૨૪૭૬૮૨૫ પર સંપર્ક કરવા અથવા તમામ અસલ દસ્તાવેજો સાથે રૂબરૂ કચેરીનો સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીની યાદીમાં જણાવાયું છે.






Latest News