વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી નજીકના ચરાડવા પાસે એસટીની વોલ્વો બસના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે વૃધ્ધનું મોત


SHARE







મોરબી નજીકના ચરાડવા પાસે એસટીની વોલ્વો બસના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે વૃધ્ધનું મોત

મોરબી હળવદ હાઈવે ઉપર આવેલ ચરાડવા ગામ નજીક પાવર હાઉસ પાસેથી પસાર થતા ડબલ સવારી બાઇકને એસટીની વોલ્વો બસના ચાલકે અડફેટે લીધૂ હતું જેથી કરીને બાઇક પર જઇ રહેલા બન્ને વ્યક્તિને ઈજા થઈ હતી અને તેમાં વધુ ઇજા થવાથી વૃદ્ધનું મોત નીપજ્યું હતું અને અન્ય વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે લઈ ગયા હતા હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ એસ.ટી.ની વોલ્વો બસના ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ હાઈવે ઉપર આવેલ ગામે ચરાડવા ગામે ગોપાલ નગરમાં રહેતા અશ્વિનભાઈ બાબુભાઈ ચૌહાણ (ઉંમર ૩૬) એ હાલમાં વોલ્વો બસ નંબર જીજે ૭ વાયઝેડ ૬૫૩૯ ની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે વોલ્વો બસનો ચાલક પોતાની બસ લઈને ચરાડવા ગામ પાસે આવેલ પાવરહાઉસ પાસેથી પસાર થતો હતો ત્યારે તેના પિતા બાબુભાઈ ઉર્ફે ગણેશભાઈ અમરશીભાઈ ચૌહાણના મોટરસાયકલ નંબર જીજે ૩૬ એચ ૫૮૭૨ ને વોલ્વોના ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે ફરિયાદીના પિતા બાબુભાઈ અમરશીભાઈ ચૌહાણનું મૃત્યુ નીપજ્યું હતું અને તેની સાથે બાઈક ઉપર બેઠેલા નિલેશભાઈ પ્રભુભાઈ લખતરિયાને નાના મોટી ઇજાઓ થઇ હોવાથી તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને હાલમાં હળવદ તાલુકા પોલીસે મૃતક વૃધ્ધના દિકરાની ફરિયાદ લઈને વોલ્વો બસના ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News