મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત


SHARE







મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત

મોરબી નજીકના જાંબુડિયા ગામે ગ્રામ પંચાયત દ્વારા તા.૨૩-૧ ના રોજ શિવરાત્રી નિમિતે યોજાનાર લોકમેળા માટે થયેલ હરાજીમાં ગેરરીત કરવામાં આવી છે તેવા આક્ષેપની સાથે યોગ્ય રાહે તપાસ કરવામાં માંગ સાથે ટીડીઓને લેખીતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી સામાકાંઠે રહેતા વિવેક જયંતીલાલ મીરાણીએ ટીડીઓને લેખીતમાં કરેલી રજૂઆતમાં જણાવેલ છે કે, મોરબી નજીકના જાંબુડિયા ગામે રફાળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાતા લોકમેળાની હરાજી નિયમો વિરુદ્ધ થયેલ છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા ન્યુઝ પેપેરની જાહેર હરાજી માટે પુરતો સમય આપવામાં આવેલ નથી, લોકમેળા વાળી જગ્યા ગ્રામ પંચાયતની માલિકીની નથી તેવી જગ્યાએ હરાજી કરીને કરવામાં આવી રજી વેચાણ દસ્તાવેજ વાળા પ્લોટમાં ખાનગી માલિકોની પરવાનગી લીધા વગર જગ્યા અન્ય લોકમેળા માટે ફાળવામાં આવેલ છે.

લોકમેળાની અમુક જગ્યા સરકારી ખરાબાની છે તે જગ્યા મામલતદાર અથવા રેવન્યુ ઓથોરીટી પરવાનગી વિના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે તે પણ કાયદા વિરુધ્ધ છે.લોકમેળા વાળી જગ્યાની ખરેખર માલિકી કોની છે ? અને તેની પરવાનગી આવ્યા બાદ લોકમેળાનું આયોજન અને હરાજી કરી શકાય લોકમેળાનું આયોજન કરેલ જગ્યાનો લે આઉટ્ પ્લાન અને આયોજન વાળી જગ્યામાં કેટલા પ્લોટ પાડવામાં આવશે અને કેટલી રાઈડ ચલાવવાની રહેશે ? તેવી બાબતો જાહેર હરાજી વાળી જગ્યાએ પંચાયત સ્થળ કે મેળાના સ્થળ જાહેર કરેલ નથી.ગ્રામ પંચાયતને કોઈ એવા પાવર નથી કે રેવન્યુ ઓથોરીટીની મંજુરી વિના લોકમેળા કરે.આમ પંચાયતે સત્તાનો દુરઉપયોગ કરેલ છે જે અંગે તપાસ કરવા ટીડીઓ સમક્ષ માંગ કર છે.




Latest News