મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન


SHARE







મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન

મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા બિનવારસી મૃતદેહો સહીત અન્ય દીવંગતોના અસ્થિઓનું સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવામાં આવશે.

વિવિધ પ્રકારની માનવસેવા કરતા મોરબીના જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળ દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે.તે ઉપરાંત તેમના અસ્થિઓનું સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમા સામૂહીક વિસર્જન કરવામાં આવે છે.તેમજ જે લોકો પોતાના સ્વજનો ના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનું વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામા આવે છે.જે લોકો પોતાના દીવંગતોના અસ્થિ વિસર્જન કરી શકેલ ન હોય તેઓએ તા.૨૫-૧ સુધીમાં વિવિધ સ્મશાને સંસ્થા દ્વારા મુકવામાં આવેલ અસ્થિ કુંભમાં અસ્થિઓ પધારવવા સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.હિન્દુ ધર્મની પરંપરા દીવંગતોના મોક્ષાર્થે અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે.ત્યારે મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળ દ્વારા તા.૨૬-૧ સોમવારના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે.તા.૨૫-૧ રવિવારના રોજ મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવશે જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે






Latest News